નવી દિલ્હી: લંડનમાં (London) ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં (Election) લેબર પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરીને 14 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી. તેમજ 650 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 બેઠકો મળી હતી. ત્યારે મૂળ ભારતીય બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 121 બેઠકો મળી હતી. પરંતુ બ્રિટનમાં બહુમતીનો આંકડો 326 છે. જેથી તેમની સરકાર બની ન હતી.
ઋષિ સુનકની વડાપ્રધાન પદ માટેની હાર છતા પણ આ ચૂંટણીમાં ભારતીય મૂળના 29 સાંસદો જીત્યા હતા. અગાઉની બ્રિટિશ સંસદમાં પણ ભારતીય મૂળના 29 સાંસદો હતા. જેમાંથી લેબર પાર્ટીના 19 ભારતીય સાંસદો હવે હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાશે. આ સાથે જ કન્ઝર્વેટિવ પાર્ટીના 7 ભારતીય મૂળના ઉમેદવારોએ ચૂંટણી જીતી છે. તેમજ લિબરલ ડેમોક્રેટ્સમાંથી એક બ્રિટિશ-ભારતીય સાંસદ અને ભારતીય મૂળના બે સ્વતંત્ર ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.
લેબર પાર્ટીના જીતેલા મૂળ ભારતીય સાંસદો
- પ્રીત કૌર ગિલ: બર્મિંગહામ એજબેસ્ટન સીટ જાળવી રાખી.
- તનમનજીત સિંહ ધેસી: ત્રીજી વખત સાંસદ બન્યા. તેમણે બર્મિંગહામ એજબેસ્ટન અને સ્લોની પોતાની સીટ જાળવી રાખી હતી.
- સીમા મલ્હોત્રા: ફેલ્થમ અને હેસ્ટન સીટ જાળવી રાખી છે.
- વેલેરી વાઝ: વોલ્સલ અને બ્લૉક્સવિચ બેઠક જીતી હતી.
- લિસા નંદી: વિગન સીટ પર વર્ચસ્વ જાળવી રાખે છે.
- નવીન્દુ મિશ્રા: સ્ટોકપોર્ટ સીટ જાળવી રાખી છે.
- નાદિયા વિટ્ટોમ: નોટિંગહામ ઈસ્ટ સીટ જીતી છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ
- પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક: રિચમંડ અને નોર્થલર્ટન સીટ પર પોતાની જીત જાળવી રાખી છે.
- પૂર્વ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેન: ફેરહેમ અને વોટરલૂવિલમાં જીત્યા.
- પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલ: વિથમ બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
- પૂર્વ મંત્રી ક્લેર કોટિન્હો: પૂર્વ સરે બેઠક પર જીત્યા.
- ગગન મોહિન્દ્રા: સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયર સીટ જાળવી રાખી છે.
- શિવાની રાજા: લેસ્ટર ઈસ્ટ સીટ જીતી છે.
- બેરિસ્ટર અને ડોક્ટર નીલ શાસ્ત્રી-હર્સ્ટ: કન્ઝર્વેટિવ બેઠક પરથી તેમણે સોલિહુલ અને શર્લી ખાતે જીત મેળવી હતી.
ઉદારવાદીઓ અને અપક્ષો પણ સાંસદ બન્યા
- મુનિરા વિલ્સન: ટ્વિકેનહામ સીટ જાળવી રાખી છે. તેઓ લિબરલ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ છે.
- ઈકબાલ મોહમ્મદઃ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડ્યૂઝબરી સીટ જીત્યા.
- શૌકત આદમ: તેમણે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લેસ્ટર દક્ષિણ બેઠક જીતી હતી.