Vadodara

15 અલગ અલગ જગ્યાઓ પર દરોડો પાડી 28 પોપટ કબજે કરવામાં આવ્યા

વડોદરા : વડોદરાની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ મળેલી માહિતીના આધારે શહેરના 15 સ્થળો પર દરોડા પાડી ગેરકાયદેસર પિંજરામાં પુરી રાખવામાં આવતાં તેમજ વેચાણ કરાતા 28 પોપટ કબજે કરી વન્યજીવ અધિનિયમ 1992ની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરી ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના વડા રાજ ભાવસારને છેલ્લા ઘણા સમયથી માહિતી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘરમાં પોપટ રાખી તેમજ તેનું વેચાણ કરી રહ્યા છે.જે માહિતીને આધારે વન વિભાગના અધિકારીને જાણ કરી દરોડો પાડવાનું ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં 15 જેટલી જુદી જુદી જગ્યાઓ પર દરોડો પાડી તપાસ કરતા 23 સુડો, પોપટ 3 પહાડી પોપટ અને 2 તુઈ મળી કુલ 28 પોપટ ને મુક્ત કરાવી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે આજવા રોડ ઉપર 15 જુદી જુદી જગ્યાઓ પરથી 28 જેટલા પોપટને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.મોટાભાગે લોકોને વન્ય પ્રાણી પ્રત્યે લાગણી અને કાયદાની અજ્ઞાનતાને કારણે લોકો રાખતા હોય છે.એવું ધ્યાન પર આવ્યું છે.જેથી અમે એમને સમજાવી જાણકારી આપીશું કે ફરીથી આવું કંઈક રાખે નહીં આ શિડ્યુલ ચાર માં આવતું પક્ષી છે.હાલ અમે એમની પાસે દંડ અને ડિપોઝિટ વસુલ કરીશું.

મોરને દાટી દેનાર ગાર્ડ અને સફાઈ સેવકની અટકાયત
નંદેસરી જીઆઇડીસીની ઓરીએન્ટલ એરોમેટિક્સ લિ. કંપની દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરને દાટી દેવાની અંગેની વન વિભાગને જાણ કરાતા વન વિભાગે સ્થળ પર જઈને મોરનો મૃતદેહ બહાર કાઢી વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. મોર ને દફનાવવામાં હાજર સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદારની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top