Gujarat

અમદાવાદ શહેરમાં 10 સહિત રાજ્યમાં કોરોનાના નવા 28 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 10 કેસ સહિત વધુ નવા 28 કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ આજે કોરોનાના 45 દર્દીઓ સાજા થયા હતાં. હાલમાં રાજ્યમાં 291 એક્ટિવ કેસ છે. જેમાંથી 286 કેસ સ્ટેબલ છે અને 05 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે.

આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 6, વડોદરા મનપામાં 4, કચ્છ, સુરત ગ્રામ્યમાં 2-2, જામનગર ગ્રામ્ય, ખેડા, નવસારી, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 14 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ અને 2,256ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 33,353ને પ્રથમ અને 2,72,271ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 10,040ને પ્રથમ અને 1,01,392ને બીજો ડોઝ મળી આજે કુલ 4,19,326 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,98,80,255 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top