National

અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટમાં 27 વર્ષના યુવકને હાર્ટ અટેક આવ્યો, કરાચીમાં ઇમરજન્સી લેન્ડીંગ

અદાવાદ: ગત રાત્રે અમદાવાદથી (Ahmedabad) દુબઈ (Dubai) જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં (SpiceJet Flight) એક 27 વર્ષના યુવકની અચાનક તબિયત બગડી હતી. પરણામે આ ફ્લાઇટની (Flight) કરાચીમાં (Karachi) ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર અપાતા યુવકની તબિયતમાં સુધાર આવ્યો હતો. પરંતુ યુવકને હાર્ટ અટેક (Heart Attack) આવ્યો હોવાની જાણ થઇ હતી.

  • અમદાવાદ થી દુબઇ જતી ફ્લાઇથનું પાકિસ્તનના કરાચીમાં ઇમરજન્સી લેન્ડીંગ
  • ફ્લાઇટમાં 27 પેસેેન્જરની તબિયત બગડી હતી
  • પ્રાથમિક સારવારમાં યુવકને હાર્ટ અટેક આવ્યો હોવાની જાણકારી મળી
  • યુવનો જીવ બચાવી લેવાયો તેમજ થોડા મય બાદ ફ્લાઇટએ ફરી ઉડાન ભરી

અધિકારીઓએ જણાવ્યા મુજબ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તા જણાવ્યું હતું કે 27 વર્ષીય ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને તબીબી સહાયની જરૂર હતી. જેથી CAAની મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. પેસેન્જરનું સુગર લેવલ ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા વધી રહ્યા હતા. તેમજ પેસેન્જર પ્રાથમિક સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો.

ઘટના ગઇ કાલે 5 ડિસેમ્બરના રોજ બની હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બર, 2023ના રોજ સ્પાઈસજેટ બોઈંગ 737 સંચાલિત ફ્લાઈટ SG-15 (અમદાવાદ-દુબઈ)ને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડી હતી. જેના કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. તેમજ તમામ મુસાફરોની સલામત રીતે લેન્ડીંગ કરાવવામાં આવી હતી..

23 નવેમ્બરે પણ આવી જ એક ઘટના બની હતી
23 નવેમ્બરે મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. ફ્લાઇટમાં પેસેન્જર દેવાનંદ તિવારીને લોહીની ઉલ્ટી થવા લાગી હતી. ત્યાર પછી પેસેન્જરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ બિમારીના કારણે તેનું મોત થઈ ગયું હતું.

પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ફ્લાઈટ નાગપુર એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે દેવાનંદ તિવારીની સારવાર માટે નાગપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તેને બચાવી શકાયો ન હતો.

Most Popular

To Top