Gujarat

અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8 સાથે રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ

રાજ્યમાં કોરોના સામેની રસીનું પ્રમાણ વધી જવાથી હવે કોરોનાની 3જી લહેરનો ભય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

આજે રાત્રે આરોગ્ય વિભાગે આપેલી સત્તાવાર માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8, વલસાડમાં 3, વડોદરા મનપામાં 2, ભાવનગર જિ.મા 1, ગાંધીનગર મનપામાં 1, જામનગરમાં 1 અને સુરત જિ.માં 1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 14 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 8,25,979 કેસો નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 171 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 167 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં 815726 તથા 10082 દર્દીઓનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં શનિવરે દિવસ દરમ્યાન 1.64 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 18645 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 26036 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 51969 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 66690 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,13,81,512 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top