Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 268

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપામાં, સુરત મનપા અને આણંદમાં 3-3, જામનગર, નવસારીમાં 2-2 અને અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર ગ્રામ્ય, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય- મનપા, વડોદરા ગ્રામ્ય, વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે ચાર મનપા અને 21 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા 268 થઈ છે. જ્યારે 263 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ ગુરૂવારે 33 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,485 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે.

વધુ 4,39,045 વ્યક્તિને રસી આપવામાં આવી

જેમાં આજે 18-45 વર્ષ સુધીના 2,33,552 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 43,072ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 79,542 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 72,608ને બીજો ડોઝ, તેવી જ રીતે 170 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 10,101ને બીજો ડોઝ મળી કુલ 4,39,045 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,26,14,461 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના વેક્સિનેશનના ૩ કરોડ ર૬ લાખ ડોઝ અપાયા.

ગાંધીનગર: ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,૨૦,૯૦૩ લોકોમાંથી ૫૦ ટકા એટલે કે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. તેમાં ૧૯,૬૬,૫૦૬ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પથી વધુ વયના ૧,૨૦,૭૧,૯૦૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૧,૦૮,૧૮,૪૩૪ લોકોનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, ૭૭ લાખ ૫૭ હજાર ૬૧૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં ૨૯મી જુલાઇ સુધીમાં 3 કરોડ ૨૬ લાખ ૧૪ હજાર ૪૬૧ ડોઝ આપવામાં આવ્યાં છે.

Most Popular

To Top