SURAT

થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતમાંથી 260 દારૂડિયા પકડાયા, 12 વાહન જપ્ત કરાયા

સુરત: ન્યૂ ઈયરના સેલિબ્રેશનમાં (NewYearCelebration) દારૂ (Liquor) પીને છાકટા થનારાઓને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે (SuratCityPolice) ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બ્રેથ એનાલાઈઝર મશીનથી ઠેરઠેર ચેકિંગ કરાયું હતું. તે ઉપરાંત ડ્રોન ઉડાવી ટેરેસ, ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા લોકોને પકડવા પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન સફળ રહ્યો હતો.

થર્ટી ફર્સ્ટની રાત્રિ દરમિયાન સુરત પોલીસે દારૂ પીને છાકટા બનેલા 260 લોકોને પકડી લોકઅપમાં પુર્યા હતા. સૌથી વધુ પાંડેસરા વિસ્તારમાંથી 92 દારૂડિયા પકડાયા હતા. તે ઉપરાંત અડાજણ 8, અઠવા 16, અડાજણ 2, ઉમરા 16, સચિન GIDC 19, પાલ 4, ઇચ્છાપોર 7, અલઠાણ 14, હજીરા 1, રાંદેર 9, વેસુ 16, ખટોદરા 21, ડુમસ 1, સચિન 28 અને જહાંગીરપુરામાંથી 19 જણા પકડાયા હતા. આ તમામના નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ લોકઅપમાં પુરવામાં આવ્યા હતા.

31 ડિસેમ્બરે રાત્રીએ ન્યુ યરની પાર્ટીની ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારોમાં રસ્તા ઉપર નીકળ્યા હતા ત્યારે સુરત શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ રીજીયન માં સ્પીડ ગન તેમજ બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ દરમિયાન 35 જેટલા પીધેલાના કેસ કર્યા છે જ્યારે 19 કેસ ભયજનક રીતે વાહન ચલાવવાના કર્યા, 651 ઓવર સ્પીડ ના કેસ કરવામાં આવ્યો ગાડી અડચણના બે કેસોનું અને 12 જેટલા વાહન ચાલકોની ગાડી જમા લેવામાં આવી હતી

સુરત શહેર માં 31 ડિસેમ્બર સાથે રવિવારની રજાના લઈને પાર્ટી ની ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર નીકળ્યા હતા શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ન્યુ યરની પાર્ટી માટે લોકોમાં દારૂ પીને ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળતો હોય છે, ત્યારે દારૂ કે ડ્રગ્સ જેવા નશિલા પદાર્થોનું સેવન કરીને શહેરમાં રખડવા નીકળતા નબીરાઓ પર પોલીસ ખાસ ધ્યાન આપ્યું હતું.

પોલીસ દ્વારા ઠેર ઠેર આ વર્ષે બ્રિથ એનેલાઈઝર સાથે ડ્રગ્સ એનેલાઈઝર દ્વારા પણ ખાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ એનેલાઈઝર મશિનની કીટનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શહેરમાં જુદાં જુદાં વિસ્તારોમાં 200થી વધુ એનેલાઈઝર કીટ દ્વારા લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસે અનેક દારૂ પીને નશામાં ફરવા નીકળેલા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રોહિબીશનના 35થી વધુ કેસ કરાયા
શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં 35 થી વઘુ પ્રોહીબીશનના કેસ હેઠળ ગુનો નોંધ્યો છે જ્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઓવર સ્પીડ માં વાહન ચલાવતા 651 વાહન ચાલકના ચલન બનાવવામાં આવ્યા હતો જ્યારે રસ્તા પર ભયજનક રીતે વાહન ચલાવવાના 19 કેસ તેમજ રસ્તાની વચ્ચે અડચણરૂપ ગાડી પાર્ક ન્યુસન્સ કરનાર બે વ્યક્તિ વિરુદ્ધ 283 મુજબનો ગુનો નોંધ્યો હતો ત્યારે 12 વાહન ચાલકની ગાડીઓ જમા લેવામાં આવી હતી.

Most Popular

To Top