રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં સહેજ વધારો નોંધાયો છે, ગઈકાલે 15 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરૂવારે સહેજ વધારા સાજે 24 નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ 4 મનપા અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
ગુરૂવારે કોરોનાના સૌથી વધુ સુરત મનપામાં 6 કેસ નોંધાયા હતા. જ્યારે વડોદરા મનપામાં 5, અમદાવાદ મનપામાં 3, તાપીમાં 2, અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર ગ્રામ્ય, દાહોદ, જૂનાગઢ, વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં 1-1 નવો કેસ નોંધાયો છે. આજે 31 દર્દીઓ સાજા થતાં થયા છે. અત્યાર સુધી 8,14,696 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 206 થઈ છે, જેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 200 દર્દીઓ સ્ટેબલ છે.
વધુ 5,81,446 વ્યક્તિને રસી આપવામાં આવી
ગુરૂવારે 161 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 7,561ને બીજો ડોઝ , જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 1,14,563 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 73,187ને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 3,52,483 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 33,491 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 5,81,446 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,50,01,034 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.રાજ્યમાં કોરોનાના નવા કેસ રહેજ વધીને 24 થયા : સુરતમાં 6, વડોદરામાં 5 કેસ