Vadodara

25 દુકાનો અને 38 લારી- પથારાઓમાં ચેકિંગ 124 નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

વડોદરા: વડોદરા શહેર વિસ્તારમાં આગામી હોળી તહેવારને અનુલક્ષીને જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ અગાઉથી જ મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ટીમો બનાવી ધાણી, ખજુર, હારડા, ચણા, સેવ વિગેરેનું વેચાણ કરતા દુકાનો તથા લારીઓમાં ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા આગામી હોળી તહેવારને અનુલક્ષનીને અગાઉથી જ વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવાકે ફતેગંજ સદર બજાર, પાણીગેટ, આયુર્વેદીક ત્રણ રસ્તા, ગોરવા, ચોખંડી, કડક બજાર, ફતેપુરા વિગેરે વિસ્તારની 25-દુકાનો તેમજ 38 -લારી,પથારા માંથી ખજુર, મકાઇની ધાણી, જુવારની ધાણી, ચણા, હારડા, હળદરવાળા ચણા, ઘઉંની સેવ વિગેરેનાં મળી કુલ-124 નમુના લેવામાં આવ્યા હતાં.

જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ- 2006 અને રુલ્સ અને રેગ્યુલેશન-2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તેમજ શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના પણ આપી છે તેમજ આગામી દિવસોમાં પણ હોળીનાં તહેવારને અનુલક્ષીને આ કામગીરી ચાલુ રહેશે. ખોરાક શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામયો છે.

Most Popular

To Top