Vadodara

25 લાખ પડાવી લેનાર ભેજાબાજ હર્ષીલ લિમ્બાચીયાની ધરપકડ

વડોદરા,18

 સિવીલ કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ કેળવી તેમની દીકરીને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા ૨૫ લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાના આરોપમાં ભેજાબાજ હર્ષીલ લિમ્બાચીયાની માંજલપુર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વાસણા જકાત નાકા પાસે આવેલી સુંદર નગર સોસાયટીમાં રહેતા સત્ય આનંદકુમાર રઘુ સિવિલ કોન્ટ્રાક્ટર ના કામ સાથે સંકળાયેલા છે. સંતાનમાં ગ્રીષ્મા નામે એક દીકરી છે. વર્ષ 2017માં ગ્રીષ્મા ધોરણ 12 માં સારા માર્ક્સ સાથે પાસ થયેલ હોય તેણે મેડીકલ કોલેજમાં એડમિશન લેવાનું હતું. 

મેડિકલમાં  એકની એક દીકરી ગ્રીષ્માનું એડમિશન વડોદરા શહેરમાં મળી જાય તે માટે અમે પ્રયત્નશીલ હતા.  કેયા રાયચુરા ને હર્ષિલ લીમ્બાચીયા સાથે ઓળખાણ કરાવાનું જણાવ્યું હતું. ગત તા. 12-8-17 ના રોજ રાયચુરા  એ મારી ઓળખાણ  હર્ષિલ લીમ્બાચીયા સાથે કરાવી હતી. તેજ દિવસે મને ગોત્રી મેડિકલ કોલેજમાં બોલાવ્યો હતો. 

જ્યાં હર્ષિલ એ પોતે એમ.એસ. યુનિવર્સિટીમાં તે સેનેટ મેમ્બર હોવાની અને કેટલાંક રાજકારણીઓ ને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. તેમજ એન.આર.આઇ કોટામાં ગોત્રી મેડિકલ કોલેજમાં એડમીશન અપાવવાનો ભરોસો આપી સિવિલ કોન્ટ્રાક્ટર સત્યનો વિશ્વાસ કેળવ્યો હતો.

બાદમાં ભેજાબાજ હર્ષિલે  કોન્ટ્રાક્ટરની દીકરી ગ્રીષ્માના 16નંગ પાસપોર્ટ સાઇઝના ફોટા, એજ્યુકેશન સંબંધેના તમામ સર્ટિફિકેટ સાથે ગોત્રી મેડિકલ કોલેજમાં બોલાવ્યા હતા. જેથી મારા પત્ની અરુણા અને દીકરી ગ્રીષ્મા કોલેજ પહોંચ્યા હતા. જ્યાં હર્ષિલ ના જણાવ્યા પ્રમાણે રૂપિયા 3200/- રોકડા અને રૂપિયા 6,000 નો જી.એન.આર.એસ ગાંધીનગરનો ચેક આપ્યો હતો.

તેથી એડમિશનને લગતી કાર્યવાહી થયેથી તમારા ઉપર ઓ.ટી.પી મેસેજ આવી જશે. ત્યારબાદ મને મેડિકલ એડમિશન માટે ડો. સંજય શુક્લાને એડવાન્સમાં પાંચ લાખ આપવાનું હર્ષિલે કહ્યુ હતુ.  ભેજાબાજ હર્ષિલને નવ લાખ રોકડા અને એક લાખ તારીખ 14- 8-17 ના રોજ કોન્ટ્રાક્ટરે તેમની સ્ટેટ બેંક માંથી બેંક ઓફ બરોડા માં ટ્રાન્સફર કર્યા હતા.

જે પછી હર્ષિલ એ તારીખ 15-8-17ના  રોજ મારા ઇન્સ્ટિટયૂટ પર આવ્યો હતો અને મને જણાવેલ કે હજુ બે મેનેજમેન્ટની સીટ બાકી રહેલ છે તેથી આપણે એન.આર.આઈ કોટામાંથી મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈશું.

અગાઉ નક્કી કરેલા નવ લાખમાં બીજી વધારાના ત્રણ લાખ આપશો તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન ગેરંટી થી થઈ જશે અને તેમાં કેપિટેશન ફી પણ આવી જશે. જે તમામ રકમ ત્રણ-ચાર દિવસમાં જમા કરાવી દેવાનું દબાણ કરતાં અમે હર્સીલને રૂપિયા 7.93000/- રોકડા આપ્યા હતા અને તારીખ 16 -8 -17 ના રોજ ૩૫,૦૦૦ હર્ષિલ ના બેંક.ઓફ.બરોડા ના ખાતામાં મારી બેંક આઇ.સી.આઇ.સી.આઇ માંથી ટ્રાન્સફર કરાવ્યા હતા.

અમને જણાવ્યું હતું કે આ એડમિશન માટે ઓફિસમાં વધારાનો ખર્ચ થયેલ છે આજે જ આ ખર્ચારુપિયા 1.10 લાખની માંગણી કરી હતી. તે જ દિવસે હર્ષિલે ગ્રીષ્માં ના તમામ અસલ સર્ટીઓ લઈ લીધા હતા અને જણાવ્યું કે તમે પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ કોર્સ ના પુસ્તકો અને લેપટોપ ખરીદી લો. જેથી અમે 2.18.000/- નો ખર્ચ કરી બુકસ અને લેપટોપ ખરીદ કર્યા હતા. મને હર્ષિલે જણાવેલ કે આપણે એનઆરઆઈ ફોટામાંથી એડમિશન લીધેલું તે હવે કેન્સલ કરાવુ પડશે અને મેનેજમેન્ટ કોટામાં ફરીથી એડમિશન કરાવવું પડશે.

તમારે બીજા રૂપિયા 7.86 લાખ થશે. એડમીશન અપાવી દેશે તેમ લાગતા અમે તેને તબક્કાવાર રકમ રોકડા ૫૦ હજાર બાકીના રૂપિયા ૫.૬૦ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. તેમ છતાં હર્ષિલ લીમ્બાચીયાએ મારી દિકરીનું એડમીશન કરાવ્યું ન હતું. મેં તેને વારંવાર ફોન અને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મળતો ન હતો. એડમીશન માટે આપેલ રૂપિયા પરત માંગતા તેને આપેલ રકમમાંથી 15 લાખ રૂપિયા જ પરત આપ્યા છે.

હર્ષિલે આપેલા ગોત્રી મેડિકલ કોલેજના આઇડીકાર્ડ, રીસીપ્ટ અને અન્ય ડોક્યુમેન્ટ તપાસ કરાવતા બોગસ હોવાનું જણાયું હતું. આમ ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને પૂર્વ આયોજિત કાવતરું રચી રૂપિયા ૨૫ લાખ ઉપરાંતની રકમ પડાવી લઇ છળ કપટ અને વિશ્વાસઘાત કરનાર હર્ષિલ લીમ્બાચીયા (રહે એ/1 ,501 શ્રી સિધ્ધેશ્ર્વર હેવન ફલેટ ,કલાલી ) વિરુદ્ધ માંજલપુર પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top