વડોદરા : પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના ઘરમાં ધાપ મારનાર સહેલીના પરિવારને વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી 45 તોલા સોનાના દાગીના,મોબાઇલ,લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીના ઘરમાંથી એરગન અને પોલીસનો ડ્રેસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આરોપીઓ પોલીસની ઓળખ આપીને ગુનાઓ આચરતા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. મૂળ છોટા ઉદેપુરના ઢોકલિયા ગામની અને વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ આમોદર ગામની શ્યામલ કાઉન્ટીમાં ભાડાના મકાનમાં રહેતી પ્રેરણા બાબુભાઇ શાહ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે પ્રેરણા થોડા દિવસ પહેલા પોતાની સહેલી યુકતા ગઢવી સાથે અમદાવાદ ગઈ હતી ત્યારબાદ યુક્તાની માતાએ પ્રેરણા,યુક્તા અને તેના ભાઈ સિદ્ધાર્થ ને ફરવા મોકલી આપ્યા હતા.
જે બાદ યુક્તા ગઢવીની માતા નીલમ ગઢવી અને તેમનો મિત્ર શૈલેષ પટેલ ચૌધરી આમોદરમાં આવી ખુબ જ ચાલાકી પૂર્વક પ્રેરણાના ઘરમાં પ્રવેશી ઘરમાં મૂકેલા 45 તોલા દાગીના,મોબાઇલ ફોન,લેપટોપ અને પ્રેરણાની રૂમ પાર્ટનરનું લેપટોપ અને એપલ ઘડિયાળો મળી કુલ 25લાખ11 હજાર 875 ના મુદ્દામાલની ચોરી કરી હતી દરમિયાન 7 ફેબ્રુઆરીના રોજ પ્રેરણા પોતાની સહેલી અને તેની માતા સાથે આવતા જ ચોરી અંગે જાણ થઈ હતી આ દરમ્યાન પોતાની જ ખાસ સહેલીના પરિવારે જ ઘરમાં ધાપ મારી હોવાની જાણ થતા પ્રેરણાએ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ યુક્તા ગઢવી નીલમ ગઢવી સિદ્ધાર્થ અને શૈલેષ પટેલ ચૌધરીને ઝડપી પાડયા હતા તેમની પાસેથી 45 તોલાના દાગીના મોબાઇલ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોબાઇલ સ્ટેટસને કારણે ચોરીનો ભાંડો ફૂટ્યો
પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરીનો ભેદ મોબાઈલના સ્ટેટસને કારણે ખૂલ્યો હતો પ્રેરણાની સહેલી દેવલ પટેલે પ્રેરણાને જણાવ્યું હતું કે યુક્તા ગઢવીના મોબાઇલમાં સેમસંગ કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઇલ ન્યુ એડેડ લખીને મૂક્યો છે જેને પગલે યુક્તાના પરિવારે ચોરી કરી હોવાની શંકા ગઈ હતી આ અંગે પોલીસને જાણ કરતા વાઘોડિયા પોલીસે અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુક્તના મમ્મી સહિત ચાર જણાને પકડી પાડયા હતા અને 25લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.