Gujarat

450 કિમીની પદયાત્રા કરી 25 ગાયો કચ્છથી દ્વારકા પહોંચી, ગૌમાતાઓએ ઠાકોરજીનાં દર્શન બાદ પરિક્રમા પણ કરી

કચ્છ: ગુજરાત (Gujarat) સહિત દેશના અલગ અલગ શહેરોમાં લમ્પી વાયરસે (Lumpy virus) હજારો પશુઓના જીવ લીધા હતા. થોડા સમય પહેલાં જ્યાં જુઓ ત્યાં પશુઓના લાશના ઢગલા જોવા મળતા હતા. પશુઓમાં ફાટી નીકળેલો આ રોગ પશુપાલકો માટે ચિંતાનો વિષય બની ગયો હતો. ત્યારે કચ્છના (Kutch) પશુપાલક મહાદેવભાઇ દેસાઈએ દ્વારકાની (Dwarka) એક માનતા માની હતી. તેમણે કહ્યું કે હે ઠાકોરજી મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. જાણે કે ઠાકોરજીએ તેમની માનતા માની લીધી હોય તેમ એક પણ ગાયનું મૃત્યુ ન થયું તેમજ અન્ય કોઈ ગાયને લમ્પી રોગ ન થયો. મહાદેવભાઇને માનતા ફળતા તેમણે તેમની 25 જેટલી ગાયોને કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.

દર્શન કઈ રીતે કરાવવા તે સૌથી જટિલ પ્રશ્ન
પશુઓમાં રોગ ફાટી નીકળતા હજારો ગાયો મૃત્યુ પામી હતી. ત્યારે કચ્છના મહાદેવભાઇ દેસાઈએ માનતા માની હતી કે જો મારી એક પણ ગાયને લમ્પી રોગ ન થાય અને મૃત્યુ ન થાય તો હુંં તેઓને તમારા દર્શન કરાવીશ. જ્યારે આ માનતા ફળી ત્યારે સૌ કોઈ સામે સૌથી મોટો અને જટિલ પ્રશ્ન એ કે ગાયોને મંદિરમાં દર્શન કરાવવા કઈ રીતે? જ્યાં મંદિરમાં દર્શનાથીઓની ભીડ જામેલી હોય તેવામાં આટલી બધી ગાયોને મંદિરની અંદર કઈ રીતે લઈ જવી? પરંતુ તેમના આ પ્રશ્નોનું પણ નિવારણ થઈ ગયું. કારણ કે મહાદેવભાઇની ભાવના અને આસ્થા જોઈને વહીવટી તંત્રે પણ તેમનો સાથ આપ્યો હતો. વહીવટી તંત્રએ સ્પેશિયલ ગાયોનાં દર્શન કરાવવામાં માટે રાત્રે દ્વાર ખોલવામાં આવ્યા હતાં. તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હોય કે દ્વારક મંદિરમાં ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં.

તમને જણાવી દઈએ કે કચ્છથી પગપાળા આવેલી 25 જેટલી ગાયોએ ભગવાન ઠાકોરજીનાં દર્શન કર્યા હતા. 450 કિમી પદયાત્રા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં. મધરાત્રે બનેલી આ ઘટનાએ કાનુડા અને ગાય પ્રત્યેનો પ્રેમસંબંધ યાદ આવી ગયો હતો. 25 ગાયો અને 5 ગોવાળ સાથે 17 દિવસનું અંતર કાપીને 21 નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. 17 દિવસ સુધી ગાયોએ હાઈવે અ્ને પાક્કા રસ્તા પર ચાલી મંદિરે પહોંચી હતી. મંદિરમાં ગાયઓએ ભગવાન ઠાકોરજીના દર્શન કર્યા બાદ મંદિરની પરિક્રમા પણ કરી હતી.

Most Popular

To Top