World

વિશ્વમાં કોવિડથી થતાં કુલ રોજીંદા મોતમાં ૨૫ ટકા મોત બ્રાઝિલમાં થાય છે

દુનિયાભરમાં કોવિડ-૧૯થી હાલ રોજ જેટલા મોત થાય છે તેમાંથી પા ભાગના મોત તો ફક્ત બ્રાઝિલમાં જ થાય છે અને આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ દેશમાં સ્થિતિ હજી વધુ બગડી શકે છે.

બ્રાઝિલમાં કોરોનાથી મોતની સાત દિવસની સરેરાશ ૨૪૦૦ મોતની હતી તે થોડા જ સપ્તાહમાં ૩૦૦૦ પર પહોંચી ગઇ. શુક્રવારે દૈનિક મોત ૩૬પ૦ હતા અને હવે આ આંકડો ટૂંક સમયમાં ૪૦૦૦ પર પહોંચી શકે છે. હાલમાં ૨પમી માર્ચે બ્રાઝિલમાં એક લાખ નવા કેસો નોંધાયા હતા, જ્યારે ગણાયા વગરના તો ઘણા હતા એમ માનવામાં આવે છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે ગયા વર્ષ દરમ્યાન, રોગચાળાની શરૂઆતમાં બ્રાઝિલે અડધા મનથી લૉકડાઉન જેવા નિયંત્રણો લાગુ પાડ્યા તેનું આ પરિણામ છે. ખુદ બ્રાઝિલના પ્રમુખ જૈર બોલસોનારો આવા નિયંત્રણોનો વિરોધ કરતા હતા અને નિયંત્રણોનું બરાબર પાલન કરવામાં નહીં આવ્યું.

બ્રાઝિલમાં અત્યારે કોરોનાવાયરસનો નવો વેરિઅન્ટ તરખાટ મચાવી રહ્યો છે અને હુના વડા ટેડ્રોસ અધાનોમે સોમવારે હાકલ કરી હતી કે બ્રાઝિલના તમામ લોકો વાયરસ સામે ગંભીર પ્રતિસાદ આપે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top