મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 25,681 કેસો નોંધાયા હતા. જે કોરોના સંક્રમણની શરૂઆત થયા બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમણનો આંકડો 24,22,021 પર પહોંચી ગયો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં 70 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 53,208 પર પહોંચી ગયો છે. રાજયમાં શુક્રવારે 14,400 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ 21,89,965 લોકો કોરોનાથી સાજા થયા હતા. રાજયમાં અત્યારે 1,77,560 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે 1,27,147 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજયમાં અત્યાર સુધી કુલ 1,80,83,977 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 8,67,333 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે, જ્યારે 7,848 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇન છે.
મહારાષ્ટ્રમાં 70 લોકોના મૃત્યુમાંથી 43 મૃત્યુ છેલ્લા 48 કલાકમાં, 15 છેલ્લા અઠવાડિયામાં અને બાકીના 12 મૃત્યુ એક અઠવાડિયા પહેલાના છે.મુંબઈમાં શુક્રવારે અત્યાર સુધીના સૌથી વધુ 3,062 કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે મુંબઈમાં કુલ કેસનો આંકડો 3,55,897એ પહોંચ્યો છે. એમ બીએમસીએ કહ્યું હતું.
મુંબઈમાં ગુરુવારે નવા 10 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 11,565 થયો છે. મુંબઈમાં એક દિવસ પહેલા જ નવા કેસનો રેકોર્ડ 2877 કેસ સાથે નોંધાયો હતો. પરંતુ શુક્રવારે નવા કેસોનો આંકડો 3000ને પાર કરી ગયો છે.
દેશમાં કોરોનાના નવા 39726 કેસ, 110 દિવસમાં સૌથી વધુ
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 39,726 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કુલ કોરોના સંક્રમણનો આંકડો 1,15,14,331 થયો છે.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસનો આંકડો છેલ્લા 110 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં નવા 154 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,370 થયો છે.
દેશમાં સતત નવ દિવસથી કોરોના સંક્રમણના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 2,71,282 થઈ ગઈ છે. જે કુલ ચેપના 2.36 ટકા છે. જ્યારે રિકવરી રેટ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. આ અગાઉ 29 નવેમ્બર 2020ના રોજ 24 કલાકમાં 41,810 નવા કેસ નોંધાયા હતા.દેશમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,10,83,679 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.
આઈસીએમઆર અનુસાર, દેશમાં ગુરુવારે 10,57,383 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ અત્યાર સુધી કુલ 23,13,70,546 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના કારણે થયેલા 154 નવા મૃત્યુમાં મહારાષ્ટ્રના 58, પંજાબના 32 અને કેરળના 15 લોકોનો સમાવેશ થાય છે.