સુરત શહેરની જાણીતી સાર્વજનિક એજયુકેશન સોસાયટીને આગામી જૂન મહિનાથી શરુ થતા નવા એકેડેમિક યરથી સરકારે પ્રાઇવેટ યુનિ.નો દરજજો આપ્યો છે. શહેરની જૂની અને શિક્ષણ ક્ષેત્રે સૌથી વિરાટ ગણાતી સાર્વજનિક એજયુકેશન સોસાયટી માટે આજે ખુશીના સમાચાર આવ્યા છે. સંસ્થાના ચેરમેન કમલેશ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આજે સરકારે વિધાનસભામાં તેમની સંસ્થા દ્વારા વર્ષોથી કરવામાં આવેલી મહેનતને મંજૂરી આપી દીદી છે. સરકારે આ સોસાયટીને ખાનગી યુનિ. તરીકે ઘોષિત કરી છે. આ સંસ્થા સને-1912માં શરુ થઈ હતી અને આજે વટવૃક્ષ બની ગઇ છે. આંઠ સ્વનિર્ભર કોલેજો સહિત શાળાઓ મળી આ સંસ્થામાં હાલ 30 હજાર ઉમેદવારો શિક્ષણ મેળવી રહ્યાં છે
તેમણે કહ્યું હતું કે, વીર નર્મદ યુનિ. સંલગ્ન આંઠ ખાનગી કોલેજો સાર્વજનિક પ્રાઇવેટ યુનિ.માં સમાવેશ કરાશે. જેમાં આકિર્ટેકચર કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, લુથરા મેનેજમેન્ટ કોલેજ, રામક્રિષ્ણ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ તેમજ લો કોલેજ અને કે.પી.કોમર્સ ઇવનિંગ કોલેજ સહિત મ્યુઝિક કોલેજને આગામી એકેડમિક યરથી સાર્વજનિક પ્રાઇવેટ યુનિ.માં સમાવી પ્રવેશ અપાશે. હાલ આ સંસ્થાઓમાં 2200 ઉમેદવારો ખાનગી કોલેજોમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેવી જ રીતે જોઇએ તો શહેરની વનિતાવિશ્રામ સંસ્થાને પણ સરકારે રાજયની પહેલી મહિલા યુનિ. તરીકે માન્યતા આપી છે. અત્યાર સુધી આ સંસ્થા મુંબઇની એસએનડીટી યુનિ. અને ત્યારબાદ વીર નર્મદ યુનિ. સાથે એફિલિએટ થઇ હતી. આ સંસ્થાએ સ્વાયત બનવા માટે અરજી કરી હતી. જેને પણ સરકારે પરવાનગી આપી છે.
સાર્વજનિક એજયુકેશન સોસાયટીએ પ્રાઇવેટ યુનિ. બનવા લાંબી મજલ કાપી: દિનકરરાય નાયક
સાર્વજનિક એજયુકેશન સોસાયટીના માજી અધ્યક્ષ અને શહેરની લોકભારતી સ્કૂલ, સચીન કેળવણી મંડળ સંચાલિત શિક્ષણ સંસ્થાઓ સહિત અનેક ક્ષત્રોમાં જોડાયેલા દિનકરરાય નાયકે કહ્યું હતું કે સાર્વજનિક એજયુકેશન સોસાયટીએ પ્રાઇવેટ યુનિ. બનવા માટે લાંબી મજલ કાપી છે. સોસાયટીના અનેક હોદેદારોએ પણ આ માટે સતત મહેનત કરી હતી. આગામી દિવસોમાં પ્રાઇવેટ યુનિ. અલગ અલગ નવા કોર્ષ માટે પણ પ્રયાસ કરશે તેમજ ટેકનિકલ એજયુકેશનને લાગે વળગે છે ત્યાં સુધી તેમની એપેક્ષ બોડી પાસે સીટો અને ઇન્ટેક વધારવા માટે પણ પ્રયાર કરાશે.
સુરતમાં હવે યુનિ.ની સંખ્યા છ ઉપર પહોચી
વીર નર્મદ યુનિ.
વનિતા વિશ્રામ મહિલા યુનિ.(રાજયની પહેલી યુનિ.)
ભગવાન મહાવીર યુનિ.
સાર્વજનિક પ્રાઇવેટ યુનિ.
ઓરો યુનિ.
માલીબા યુનિ.
પી.પી.સવાણી યુનિ.