National

મહારાષ્ટ્રમાં એક જ એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહો લઈ જવાયા

મહારાષ્ટ્રના બીડમાં 22 કોરોના દર્દીઓના મૃતદેહોને એક એમ્બ્યુલન્સમાં ભરી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે એમ્બ્યુલન્સના અભાવ એમ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ મૃતદેહોને એક ચિતા પર બેથી ત્રણ મૃતદેહો મોકલી અંતિમસંસ્કાર અપાયો હતો. તસવીરો બહાર આવતા હવે તપાસનો આદેશ અપાયો છે.

રવિવારે બીડના અંબાજોગાઇ ખાતે સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ સરકારી મેડિકલ કૉલેજના શબઘરમાં રાખેલી લાશને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહી હતી.મેડિકલ કૉલેજના ડીન ડૉ. શિવાજી સુક્રેએ મંગળવારે જણાવ્યું હતું કે, હોસ્પિટલના વહીવટી તંત્ર પાસે પૂરતી એમ્બ્યુલન્સ ન હોવાથી મૃતદેહોને એક એમ્બ્યુલન્સ લઈ જવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન તેમની પાસે પાંચ એમ્બ્યુલન્સ હતી. તેમાંથી, ત્રણ પાછી ખેંચી લેવામાં આવી હતી અને હાલમાં હોસ્પિટલમાં માત્ર બે એમ્બ્યુલન્સ છે.તેમણે કહ્યું કે, તેઓએ વધુ ત્રણ એમ્બ્યુલન્સ આપવા માટે 17 માર્ચે જિલ્લા પ્રશાસનને પત્ર લખ્યો હતો.

તેમણે કહ્યું કે, અરાજકતાથી બચવા માટે અમે અંબાજોગાઇ મ્યુનિસિપલ કાઉન્સિલને પણ સવારે 8થી 10 વાગ્યા સુધી પીડિતોના અંતિમ સંસ્કાર કરવા પત્ર લખ્યો હતો અને મૃતદેહોને હોસ્પિટલના વૉર્ડમાંથી જ સ્મશાનગૃહમાં મોકલવામાં આવશે.

Most Popular

To Top