National

ભારતના 3 રાજ્યોમાં અત્યંત જોખમી ડેલ્ટા વેરિયન્ટના 22 કેસ

દેશભરમાં કોરોનાની ( corona) બીજી લહેર ( second wave) હવે ધીમી પડી છે, પરંતું કોરોના હજુ પણ આપણાં વચ્ચેથી જતો નથી રહ્યો, ત્રીજી લહેર ( third wave) આવવા બાબતે વૈજ્ઞાનિકો લોકોને ચેતવી જ રહ્યા છે, કોરોનાના નવા વેરિયન્ટ વિશે સમગ્ર દુનિયામાં ચિંતા વધી રહી છે. 24 કલાકની અંદર જ ભારત અને અમેરિકાના નિષ્ણાતાઓ નવા વેરિયન્ટ વિશે ચેતવણી જાહેર કરી છે. મંગળવારે એક્સપર્ટે કહ્યું હતું કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. એ ઉપરાંત અમેરિકાના સૌથી મોટા મહામારી એક્સપર્ટ એન્થની ફૌચીએ પણ ચેતવણી આપી છે.

ફૌચીએ કહ્યું હતું કે અમેરિકામાં કોરોના સંક્રમણ સમાપ્ત કરવાના પ્રયત્નોમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી મોટું જોખમ છે. તેમનું કહેવું છે કે કોરોનાના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એનાથી બીમારીની ગંભીરતા વધી જાય છે.

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દેશમાં નબળી પડી રહી છે. જોકે બુધવારે કુલ કેસોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ. ભારતમાં એક કરોડ કેસ માત્ર 50 દિવસમાં જ નોંધાયા હતા. ગયા વર્ષે 30 જાન્યુઆરીએ દેશમાં કોવિડનો પહેલો દર્દી મળ્યો હતો. બીજી લહેરમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. બીજી તરફ, કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 3 લાખ 90 હજારને પાર થઈ ગઈ છે. નોંધનીય છે કે, 21 જૂનથી ચાલુ થયેલા ફ્રી વેક્સીનેશન અભિયાનની ઝડપ બીજા દિવસથી ધીમી પડતી હોય એવું લાગી રહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,848 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,358 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,00,28,709 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 28,87,66,201 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર ડેલ્ટા વેરિયન્ટને કારણે જોખમી થઈ હતી અને હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશેની ચિંતા શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવવાનું કારણ બની શકે છે. એને ધ્યાનમાં રાખીને સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.jહેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે આ વેરિયન્ટ દુનિયાના 9 દેશમાં છે. ભારતમાં અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 22 કેસ નોંધાયા છે. એમાં સૌથી વધારે 16 મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવના છે, બાકીના કેસ મધ્યપ્રદેશ અને કેરળના છે.

Most Popular

To Top