ગાંધીનગર : ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા બેરોજગારોની નવીનતમ વિગતો સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેરોજગારી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના આંકડાઓ મુજબ, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ ૨,૧૪,૬૪૬ જેટલા બેરોજગારો નોંધાયેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં કુલ બેરોજગારો પૈકી ૨,૦૫,૨૩૯ શિક્ષિત બેરોજગારો છે, જ્યારે 8957 જેટલા અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. આ આંકડાઓ દર્શાવે છે કે કુલ બેરોજગારીમાં શિક્ષિત યુવાનોનું પ્રમાણ આશરે ૯૫% જેટલું ઊંચું છે.
રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૨૫,૭૫૨ બેરોજગારો નોંધાયા છે, જેમાં ૨૩,૮૮૦ શિક્ષિત અને 1922 અર્ધશિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. ચિંતાજનક બાબત એ છે કે મોટાભાગના જિલ્લાઓમાં અશિક્ષિત બેરોજગારોની સરખામણીએ શિક્ષિત બેરોજગારોની સંખ્યા અનેકગણી વધારે છે. જેમાં દાહોદ , પંચમહાલ , જુનાગઢ , અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ આંકડાઓ રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરવા અને કૌશલ્ય વર્ધન (Skill Development) ની જરૂરિયાત તરફ અંગુલી નિર્દેશ કરે છે.
રાજ્યમાં બેરોજગાર
| જિલ્લો | સંખ્યા |
|---|---|
| સુરત | 8937 |
| દાહોદ | 14494 |
| વલસાડ | 4100 |
| પંચમહાલ | 11762 |
| બનાસકાંઠા | 10076 |
| જુનાગઢ | 13220 |
| દ્વારકા | 2114 |
| ડાંગ | 2124 |