સુરત: શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરીવાર સખત ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. પરંતુ થોડાક જ દિવસોમાં તેના પર કાબુ મેળવી લેવાયો હતો.
પરંતુ હવે ચુંટણી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. ગુરૂવારે ફરી કોરોનાએ 100નો આંકડો પાર કરી લીધો હતો. જેમાં શહેરમાં કોરોનાના વધુ 91 અને જિલ્લામાં 14 મળીને કુલ 105 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 40,993 પર પહોંચ્યો છે.
રાહતની વાત એ છે કે, શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી એક પણ મોત નોંધાઈ રહ્યું નથી. ગુરૂવારે શહેરમાં વધુ 67 દર્દીઓ સાજા થતા અત્યારસુધીમાં કુલ 39,694 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 96.38 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં સૌથી વધુ રાંદેર અને અઠવા ઝોનમાં પોઝિટિવ દર્દીઓ વધુ નોંધાઈ રહ્યા છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન પોઝિટિવ દર્દી
સેન્ટ્રલ-08
વરાછા-એ-10
વરાછા-બી-02
રાંદેર-18
કતારગામ-09
લિંબાયત-07
ઉધના-06
અઠવા-31