Vadodara

2026ના પ્રારંભે જ NH 48 પર અજાણ્યા વાહને ટક્કર મારતા રેલવે કર્મીનું મોત, અન્ય ઘાયલ

રેલવેમાં નોકરી કરતા કર્મી બાઇક લઇ હાઇવે પરથી પસાર થતા હતા ત્યારે અકસ્માત

31 ડિસેમ્બરની મધ્યરાત્રે ડમ્પર-કાર વચ્ચે અકસ્માત, કાર પલટી જતા લોકોને સહીસલામત બહાર કાઢ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.1
વર્ષ 2026ના પ્રારંભ સાથે જ નેશનલ હાઇવે પર જામ્બુઆ પાસે બાઇક સવાર રેલવેના બે કર્મીને અજાણ્યા વાહનચાલકો ટક્કર મારી હતી. જેમાં બંને યુવકો રોડ પર પટકાયાં હતા. જેમાં એક કર્મચારીનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે અન્યને સારવાર માટે ખસેડ્યાં હતા. બીજા બનાવમાં 31મી મોડી રાત્રે ડમ્પર તથા કાર વચ્ચે અકસ્માત થતા કાર પલટી ગઇ હતી. જેમાં લોકો સહીસલામત રીતે બહાર કઢાયા હતા. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
વડોદરા શહેર નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 પર વારંવાર અકસ્માત થતા હોય છે જેમાં નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે નેશનલ હાઇવ પર ફરી અકસ્માત થયો છે. જેમા એક બાઇક પર બે રેલવેના કર્મચારીઓ હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા વાહનચાલકો ઓવરસ્પીડમાં તેનું વાહન ચલાવીને બાઇક સવાર રેલવેના કર્મચારીઓને અડફેટમાં લીધા હતા. જેના કારણે બંને કર્મચારી રોડ પર પટકાયાં હતા અને એક કર્મીનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય ને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કપુરાઇ પોલીસે અકસ્માત કરી ફરાર થઇ ગયેલા વાહનચાલક સામે ગુનો નોંધી તેને શોધખોળ શરૂ કરી છે. બીજી બનાવમાં વર્ષના છેલ્લા દિવસ એટલેકે 31 ડિસેમ્બરની મોડી રાત્રીના સમયે હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. જોકે આ અકસ્માતમાં કોઇને જાન હાની થઇ ન હતી. તમામ લોકોને સહીસલામત કારમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતા.

Most Popular

To Top