શાહીદ કપૂર અત્યારના અભિનેતાઓમાં વન ઓફ ધ બેસ્ટ એક્ટર છે. તેની સૌથી સારી વાત એ છે કે અજય, અક્ષય, રિતીક, સલમાન, શાહરૂખ અને રણબીર કપૂર એક્શન ફિલ્મોમાં વિશ્વાસ મુકવા માંડે ત્યારે પણ પોતાની પસંદગી જાળવી રાખે છે. તે એક્શન ફિલ્મો પણ કરી શકે છે પણ એવી ફિલ્મો પર જ ભરોસો નથી રાખતો. હમણાં જ પૂરા થયેલા 2024ના વર્ષમાં ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જીયા’ ફિલ્મમાં તે એક્શનથી દૂર હતો. એક વર્ષમાં એક જ ફિલ્મ રજૂ થઈ તો પણ તે બેબાકળો નથી થતો. દરેક ફિલ્મ પર પૂરી મહેનત લગાડવાની તેની ટેવ છે. તે પોતાને પ્રથમ પાંચ સ્ટાર્સમાં એક ગણાવવાની હોડમાં પણ નથી. આવું બધું એવા અભિનેતા જ કરી શકે જેનામાં પોતાની પ્રતિભા વિશે વિશ્વાસ હોય. આજના ઘણા સ્ટાર્સ નિર્માતા બની ગયા છે પણ તેણે આ ટ્રેન્ડ અપનાવ્યો નથી તેની બીજી એક ખાસ વાત કે સારી વેબસિરીઝ મળે તો તેમાંય કામ કરી લે છે એટલે તે ‘ફર્ઝી’માં દેખાયો હતો. શાહીદ સારા દિગ્દર્શકોની પસંદ બની ગયો છે. નિર્માતાઓ તેના પર ભરોસો મુકે છે કારણ કે કોઈ ટંટો ઊભો કર્યા વિના સારી રીતે કામ કરે છે. ટોપ સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવનારા ખૂબ ટેન્શનમાં રહે છે શાહીદ એવા ટેન્શન આપવાથી દૂર છે. તે પોતાની ફિલ્મોની સિક્વલથી સક્સેસ મેળવવામાં પણ પડતો નથી. બાકી આજે તો દરેક સ્ટાર્સ ઈચ્છે છે કે પોતાની સફળતાને સિક્વલ વડે પાકી કરે. 2025નું વર્ષ તેના માટે બહુ ખાસ બને એવી કોઈ યોજના તેણે બનાવી નથી કારણ કે સલમાન, આમીર, શાહરૂખ વગેરે 2024માં ગેરહાજર હતા તે આ વર્ષે પોતાની ફિલ્મોથી ત્રાટકવાના છે. શાહીદ બજારનાં નિયમથી દૂર રહી કામ કરે છે એટલે આ મહિનાનાં અંતમાં જ તેની ‘દેવા’ રજૂ થવાની છે. તેમાં તે રિબેલિઅસ પોલીસ ઓફિસર થયો છે. તેની સાથે પૂજા હેગડે છે. ‘અર્જુન ઉસ્તરા’ નામની ફિલ્મ વિશાલ ભારદ્વાજની છે જેની સાથે તે અગાઉ કામ કરી ચૂકયો છે. આ ફિલ્મ પણ 2025માં જ રજૂ થાય એવા ઈરાદે બની રહી છે. શાહીદ સાથે તૃપ્તિ ડિમરી છે. શાહીદ ઉંમર ખાય જતો અભિનેતા છે એટલે નવી અભિનેત્રી સાથે જોડી બનાવી શકે છે. તેની એક ફિલ્મ રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ‘કર્ણ’ છે જેમાં જાન્હવી કપૂર અને સૂરીયા છે. ‘લવ ટુડે’ નું દિગ્દર્શન અદ્યૈત ચંદન કરે છે અને તેમાં જૂનૈદ ખાન અને ખુશી કપૂર છે. આ ફિલ્મ આ ફેબ્રુઆરીમાં જ આવી જશે. એ એક ખૂબ ડ્રામેટિક ફિલ્મ છે. તેની પાસે ‘અશ્વત્થામાં- ધ સાગા કન્ટિન્યુ’ છે જેમાં તે અશ્વત્થામાની ભૂમિકા કરશે. પણ આધુનિક સમયની વાત હશે. સંજય લીલા ભણશાળી પણ તેને લઈ એક ફિલ્મની યોજના બનાવે છે. તો ‘બુલ’ નામની ફિલ્મ શિવાનની છે. ‘આવારા પાગલ દીવાના-2’ અને ‘કોકટેલ-2’ તો સિક્વલ છે. આ બધી ફિલ્મો શાહીદને સ્ટાર તરીકે અને અભિનેતા તરીકે વધુ શાનદાર બનાવશે. વ્યક્તિ તરીકે તે બહુ સ્વસ્થ છે અને મીરા રાજપૂત સાથે સારું લગ્નજીવન જીવી રહ્યો છે. લફડા કરવાની તેને ટેવ નથી. પબ્લિકમાં રહેવા નુસખા અપનાવતો નથી પંકજ કપૂર જેવા ઉત્તમ અભિનેતાનો તે દિકરો છે અને પિતાની શાનને આગળ વધારવા કમિટેડ છે. શાહીદ આ વર્ષે પ્રશંસા અને સફળતા બંને પામશે. •
2025માં શાહીદની ફિલ્મોનું (ક)પૂર!
By
Posted on