World

2024 મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ: યુએસ ટોપ, જાણો ભારતનો ક્રમ

નવી દિલ્હી: વૈશ્વિક સંરક્ષણ માહિતી (Global Conservation Information) પર નજર રાખતી વેબસાઈટ ગ્લોબલ ફાયરપાવરે (Global Firepower) વર્ષ 2024 મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગની (Military Strength Ranking) લીસ્ટ જાહેર કારી હતી. જેના મુજબ 2024માં યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવે છે. ત્યારબાદ રશિયા (Russia) અને ચીન (China) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. તેમજ અહેવાલ મુજબ ભારત (India) ચોથું સ્થાન ધરાવે છે.

સૈન્યની દૃષ્ટિએ ભારત વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે. રેન્કિંગમાં અમેરિકાને સૈન્ય દૃષ્ટિએ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણવામાં આવ્યો છે. રશિયા અને ચીન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગ્લોબલ ફાયરપાવરની રેન્કિંગ અનુસાર ભારતને 0.1023નો સ્કોર મળ્યો છે. જ્યારે અમેરિકાને 0.0699, રશિયાને 0.0702 અને ચીનને 0.0706નો સ્કોર મળ્યો છે. આ રેન્કિંગ અનુસાર 0.0000નો સ્કોર પરફેક્ટ માનવામાં આવે છે.

ગ્લોબલ ફાયરપાવર 2024ની આ યાદીમાં કુલ 145 દેશોને તેમની સૈન્ય તાકાતના આધારે સામેલ કરવામાં આવ્યા છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં નવમા સ્થાને છે. જ્યારે ઈટાલીને 10મું સ્થાન મળ્યું છે. ટોચના 10 શક્તિશાળી દેશોમાં દક્ષિણ કોરિયા, બ્રિટન, જાપાન અને તુર્કી પણ સામેલ છે. ગ્લોબલ ફાયરપાવરએ લશ્કરી સંસાધનો, પ્રાકૃતિક સંસાધનો, ઉદ્યોગ અને ભૌગોલિક સ્થિતિ સહિતના ઘણા પરિમાણોને ધ્યાનમાં રાખીને આ યાદી તૈયાર કરી છે.

ગ્લોબલ ફાયરપાવરે તેની વેબસાઇટ પર લખ્યુ હતુ કે અમારું સૂત્ર નાના, તકનીકી રીતે અદ્યતન દેશોને મોટા અને ઓછા વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપે છે. આ ઈન્ડેક્સમાં ફ્રાન્સ 11મા સ્થાને છે. ફ્રાન્સ પછી બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, યુક્રેન, જર્મની અને સ્પેનનો ક્રમાંક આવ્યો છે.

વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવતા ટોચના 10 દેશો

  • યુનાઈટેડ સ્ટેટ્સ
  • રશિયા
  • ચીન
  • ભારત
  • દક્ષિણ કોરિયા
  • યુનાઇટેડ કિંગડમ
  • જાપાન
  • તુર્કીયે
  • પાકિસ્તાન

વિશ્વના સૌથી ઓછા શક્તિશાળી સૈન્ય ધરાવતા 10 દેશો

  • ભુતાન
  • મોલ્ડોવા
  • સુરીનામ
  • સોમાલિયા
  • બેનિન
  • લાઇબેરિયા
  • બેલીઝ
  • સિએરા લિયોન
  • સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક
  • આઇસલેન્ડ

જણાવી દઇયે કે લશ્કરી શક્તિને સમજવી એ ખૂબ જટિલ અને બહુપક્ષીય બાબત છે. વૈશ્વિક સૈન્ય પરિસ્થિતિઓને સમજવા માટે વૈશ્વિક ફાયરપાવર રેન્કિંગ એક ઉપયોગી પરિમાણ હોવા છતાં, વ્યાપક રીતે આ સાઇટ સીમાઓ અને અન્ય પરિમાણોને ધ્યાનમાં રાખી રીપોર્ટ બહાર પાડે છે. પરંતુ માત્ર સંખ્યાઓ અને રેન્કિંગના રાધારે જ નહી પરંતુ અન્ય પરિબળોને જોવું પણ મહત્વનુું છે.

Most Popular

To Top