World

શું ધરતી ફાટી રહી છે?, આ દેશમાં એક જ દિવસમાં 2000 વખત ભૂકંપ આવ્યો

નવી દિલ્હી(NewDelhi): માર્ચ મહિનાની શરૂઆતમાં કેનેડાના (Canada) દરિયાકાંઠે (Sea) વેનકુવર આઇલેન્ડના (Vancouver Island) વિક્ટોરિયા હાર્બરમાં (Victoria Harbour) એક વિચિત્ર ઘટના બની હતી. અહીં 24 કલાકમાં 2000 ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. આ ઘટના બાદ વૈજ્ઞાનિકો (Scientists) સતર્ક થઈ ગયા હતા. કારણ કે આ ધરતીકંપોને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. વેજ્ઞાનિકોએ તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ તમામ ધરતીકંપનું કેન્દ્ર એન્ડેવર સાઈટ (Endeavor site) પર હતું. આ સાઇટ વેનકુવર આઇલેન્ડથી 240 કિલોમીટર દૂર છે. અંડરવોટર એન્ડેવર સાઇટ પર ઘણા હાઇડ્રોથર્મલ વેન્ટ્સ (Hydrothermal vents) છે. એટલે કે એવી જગ્યા જ્યાંથી ગરમ ગેસ, લાવા વગેરે દરિયાની બહાર આવે છે. આ વેન્ટ્સ જુઆન ડી ફુકા રિજ (Juan de Fuca Ridge) પર સ્થિત છે. આ એ જગ્યા છે જ્યાં સમુદ્રનો તળિયાનો ભાગ બે ભાગ પડે છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં (University of Washington) ડોક્ટરલના ઉમેદવાર જો ક્રોસે જણાવ્યું હતું કે આ સમગ્ર વિસ્તાર સબડક્શન ઝોનથી (Subduction zone) અલગ થાય છે. તેનો અર્થ એ કે અહીં એક ટેકટોનિક પ્લેટ બીજી પ્લેટની નીચે સરકી રહી છે. આ ઘટના દરિયાકાંઠાની ખૂબ નજીક બનતી રહે તો ખૂબ જ નુકસાનકારક ભૂકંપ આવી શકે છે. તેના લીધે કેનેડા મોટા ખતરામાં મુકાઈ શકે છે.

જો ક્રોસે જણાવ્યું હતું કે સમુદ્રની મધ્યમાં સ્થિત રિજ પર થતી કોઈપણ પ્રકારની ભૂસ્તરશાસ્ત્રીય (Geological) પ્રવૃત્તિ પાંચ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપનું કારણ બની શકે છે. હાલમાં આવો કોઈ ખતરો જણાતો નથી. ભૂકંપ એ એવી ઘટના છે જે દર્શાવે છે કે સમુદ્રના તળિયે નવા પોપડાની રચના થઈ રહી છે. અથવા જમીનમાં થોડો ફેરફાર થઈ રહ્યો છે.

આ ધરતીકંપો દર્શાવે છે કે કેવી રીતે સમુદ્રના તળ ખરેખર ધરતીના (Earth) પોપડાની નવી રચના કરવામાં અને તે બદલવામાં મદદ કરે છે. તે લાંબી તિરાડો અને ફોલ્ટ લાઇન બનાવે છે. તેના કારણે ગરમ લાવા એટલે કે આવરણની નીચે દટાયેલો મેગ્મા બહાર આવે છે. જ્યારે આ મેગ્મા ઉપર આવે છે અને ઠંડુ થાય છે, ત્યારે તે એક નવું સ્તર બનાવે છે. એટલે કે પોપડામાં એક નવું પડ બને છે.

Most Popular

To Top