National

ફક્ત ૨પ દિવસમાં નવા કેસો ૨૦૦૦૦ પરથી એક લાખ પર પહોંચી ગયા

ભારતમાં કોવિડ-૧૯ના કેસો ફક્ત ૨પ દિવસમાં ૨૦૦૦૦ પરથી એક લાખના કરૂણ આંક પર પહોંચી ગયા છે, જયારે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૯૭૮૯૪ના પિકના આંકડા પર પહોંચતા તેને ૭૬ દિવસ લાગ્યા હતા, જે આ વાયરસ કેટલી ઝડપે ફેલાઇ રહ્યો છે તે સૂચવે છે.

ભારતે એક દિવસના ૧૦૩પપ૮નો નવા કોરોનાવાયરસના ચેપનો ઓલટાઇમ હાઇ આંકડો નોંધાવ્યો છે જે સાથે કોવિડ-૧૯ના દેશવ્યાપી કેસોનો આંકડો ૧૨પ૮૯૦૬૭ પર પહોંચ્યો છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના દૈનિકે અપડેટે આજે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રે સૌથી વધુ પ૭૦૭૪ કેસો નોંધાવ્યા છે(પપ.૧૧ ટકા). જેના પછી પ૨પ૦ કેસો સાથે છત્તીસગઢ આવે છે જયારે કર્ણાટકે ૪૫૫૩ નવા કેસો નોંધાવ્યા છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને પંજાબ – એ આઠ રાજ્યોએ દૈનિક કેસોમાં મોટો વધારો દર્શાવ્યો છે જેમાં ૨૪ કલાકના સમયગાળામાં ૮૧.૯૦ ટકા નવા કેસો નોંધાય છે.

આ પહેલા દૈનિક કેસો ૧૪મી સપ્ટેમ્બરથી ૩૦૦૦૦ની નીચે જતા રહ્યા હતા, તે દિવસે ૨૭૦૭૧ કેસો નોંધાયા હતા અને સૌથી નીચો દૈનિક વધારો ૮૬૩પ આ વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ નોંધાયો હતો. દેશમાં દૈનિક કેસોમાં ફરીથી થઇ રહેલા ઝડપભેર વધારાની સાથે ભારતનો કુલ એક્ટિવ કેસલોડ ૭૪૧૮૩૦ પર પહોંચ્યો છે અને તે દેશના કુલ ચેપના પ.૮૯ ટકા થાય છે.

જ્યારે કોવિડ-૧૯માંથી દર્દીઓના સાજા થવાનો દર વધુ ઘટીને ૯૨.૮૦ પર પહોંચ્યો છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબ આ પાંચ રાજ્યોમાં જ દેશના કુલ સક્રિય કેસોના ૭પ.૮૮ ટકા થાય છે.

ફક્ત મહારાષ્ટ્ર જ દેશના કુલ સક્રિય કેસલોડના પ૮.૨૩ ટકા કેસો જેટલા કેસો ધરાવે છે. ભારતનાં કોવિડ-૧૯ના કુલ કેસોએ ગયા વર્ષે સાતમી ઓગસ્ટે ૨૦ લાખનો આંકડો વટાવ્યો હતો, ૧૬ સપ્ટેમ્બરે પ૦ લાખનો આંકડો વટાવ્યો હતો અને ૧૯મી ડીસેમ્બરે એક કરોડનો આંકડો વટાવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top