Vadodara

20 વર્ષ પછી શહેરને કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રી મળ્યા

       વડોદરા: રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના 25 નું રાખવામાં આવ્યું છે. જેમાં નો રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાંથી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ને મહેસૂલ અને કાયદા અને ન્યાય તંત્ર રાજ્યકક્ષાનાં (સ્વતંત્ર હવાલો)મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, સમાંજીક ન્યાય અને અધિકારીતાનું ખાતું ફાળવવામાં આવ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ મિચ્છામી દુક્કડમ કહીને રાજીનામું આપી દેતા ભાજપમાં ઉથલપાથલ થઈ ગઈ હતી .મુખ્યમંત્રી બદલાયા તેની સાથે સાથે આ મંત્રીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય તરીકે ભુપેન્દ્ર પટેલે સીએમ ઓફિસ થી લઈ મંત્રીમંડળ વિસ્તરણ કરી નાખ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા નો રિપીટ થિયરી અપનાવતા સિનિયર નેતાઓ માં ભારે નારાજગી જોવા મળી હતી. તેને લઈને ગતરોજ શપથ ગ્રહણ છેલ્લી ઘડીએ કેન્સલ કરી નાખ્યું હતું જોકે સિનિયર નેતાઓ ને મનાવવા માં ભાજપના નેતાઓ સફળ થયા હતા.

મહાયોગી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજી ના પ્રાગટ્ય દિન પૂર્વે ગુજરાત નું કોકડું ઉકેલાયું હતું. ભુપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળનો કુલ કદ 25 રાખવામાં આવ્યું છે જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજયકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. જેમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ હતા જે રાજ્યમંત્રી નર્મદા નિગમના હતા તેઓને ઘર ભેગા કરી દીધા હતા. રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ જેવો વિધાનસભાના અધ્યક્ષ હતા તેઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા અને તેમને મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોનો ખાતું આપવામાં આવ્યું હતું.

શહેર વાડી ના ધારાસભ્ય મનીષાબેન વકીલ ને રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો) મંત્રી બનાવવામાં આવ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ(સ્વતંત્ર હવાલો)સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતું આપવામાં આવ્યું હતું. ગુજરાત મિત્ર નું અનુમાન સાચું પડ્યું જ્યારથી મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનો છે તેમાં છેક સુધી શહેર-વાડી ના ધારાસભ્ય મનીષા વકીલ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી નું નામ બદલાયા નહીં.

Most Popular

To Top