Vadodara

શહેરમાં વધુ 2 વ્યક્તિ કોરોના સંક્રમિત, 20 દર્દી સારવાર હેઠળ

વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 2 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 71,920 ઉપર પહોંચ્યો છે.જ્યારે શુક્રવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોના ને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 1,303 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 2 પોઝિટિવ અને 1,301 નેગેટિવ આવ્યા હતા.

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 20 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 17 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 3 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 2 અને 1 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 22 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 3 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,277 ઉપર પહોંચી હતી.

જ્યારે શહેર વિસ્તારના અકોટા,વડસર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્યમા એકપણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યો ન હતો.શુક્રવારે 3 દર્દીઓને નિયમ પ્રમાણે રજા આપવામાં આવી હતી.જેમાં 0 સરકારી હોસ્પિટલ,1 ખાનગી હોસ્પિટલ અને 2 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.  વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 0 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 1 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 0 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 1 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 0 દર્દીઓ મળી કુલ 2 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 71,920 ઉપર પહોંચ્યો છે.

Most Popular

To Top