ડભોઇ : તાજેતરમાં ડભોઇ-વડોદરા તાલુકામાં ચોરોએ ડભોઈ સહીત જિલ્લાભરમાં ચોરી કરી ખળખળાટ મચાવ્યાનું જાણવા મળે છે. ત્યારે વડોદરા ડભોઇ રોડ પર આવેલા વડોદર તાલુકાના કેલનપુર ગામે ગતરાત્રીના રોજ પટેલ ફળિયામાં રહેતા નીતિનભાઈ દિલીપભાઈ પટેલ તથા વિષ્ણુપ્રસાદ જોષીના મકાનના તાળા તોડી ચોરો અલગ-અલગ બે ઘરોમાં પ્રવેશ કરી રોકડ સહિતના દાગીનાની ચોરી કરી બંને મકાનમાં કુલ મળી રૂપિયા દોઢ લાખ રૂપિયાની ચોરી થઇ હતી. જે બનાવ અંગે કેલનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જ્યારે ગતરાત્રીના રોજ ડભોઇ ખાતે ઇકો ગાડી લઈને આવતા ચોરોએ મકાનોના તાળા તોડી ડભોઇ-દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસંપર્ક કાર્યાલયના પણ તાળા તોડતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે કે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે વિસ્તારના રહીશોના અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. હાલ કોરોના કાળમાં જ્યારે લોકો બેરોજગાર બન્યા છે ત્યારે પોતાનું જીવન ગુજારવા માટે લોકો ગેરકાનૂની પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે.ત્યારે લોકોમાં ફફડાટની લાગણી પેદા થવા પામે છે.
કેલનપુરમાં 2 મકાનના તાળા તૂટ્યાં : દોઢ લાખ મતાની ચોરી
By
Posted on