નવી દિલ્હીઃ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ઈઝરાયેલની એમ્બેસી પાસે બે બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. સ્થળ પર પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ડેનિશ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ વિસ્ફોટોની તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. આ ઘટના અંગે ઈઝરાયેલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આજે બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે . તમને જણાવી દઈએ કે ઈરાને મંગળવારે ઈઝરાયેલ પર 200 મિસાઈલો છોડી છે. બંને દેશોના હુમલા અને વળતા હુમલાથી આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર આ વિસ્તારમાં તાત્કાલિક યુદ્ધવિરામ ઈચ્છે છે.
ઈરાનના સશસ્ત્ર દળોએ ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયેલના સમર્થનમાં કોઈપણ સીધા સૈન્ય હસ્તક્ષેપ સામે ચેતવણી આપી છે. સશસ્ત્ર દળોએ કહ્યું કે ઇઝરાયલને ટેકો આપતા દેશો દ્વારા સીધા હસ્તક્ષેપની સ્થિતિમાં તેઓ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના સશસ્ત્ર દળો દ્વારા શક્તિશાળી હુમલાનો સામનો કરશે.
ક્રુડ ઓઈલના ભાવ પર યુદ્ધની અસર
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા વિવાદની અસર હવે દુનિયા પર દેખાઈ રહી છે. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં એક સાથે 5 ટકાનો વધારો થયો છે.
ચીને લેબનોનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા
લેબનોનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આજે સવારે 146 ચીની નાગરિકો અને તેમના પરિવારના પાંચ સભ્યો ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેઇજિંગ પહોંચ્યા હતા. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે લેબનોનમાં ચીની દૂતાવાસ ચાલુ રહેશે.