Gujarat

મુખ્યમંત્રી દ્વારા ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટના 2 કરોડ ફાળવાયા

રાજ્યમાં એક તરફ અતિવૃષ્ટિના કારણે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ધારાસભ્યો માટે આ વધારાની ગ્રાન્ટના 2 કરોડ મંજૂર કર્યા છે. જેના કારણે આ ગ્રાન્ટની રકમ ધારાસભ્યો રસ્તાના સમારકામ માટે વાપરી શકશે.મુખ્યમંત્રી પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં રસ્તાના કામો માટે શહેરના ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા ૩૫ ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગની મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

દિવાળીના તહેવારને પગલે સરકારી કર્મચારીઓનો પગાર વહેલો થશે
રાજ્યમાં આ વર્ષે દિવાળીના તહેવારો 4 નવેમ્બરથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓ સારી રીતે ઊજવી શકે એ માટે 25 અને 26મી ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગારની ચૂકવણી કરાશે, તેવો નાણા વિભાગ દ્વારા ઠરાવ પસાર કરાયો છે.

નાણા વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તા.25 તથા 26મી ઓક્ટોબરના રોજ બે તબક્કામાં પગાર કરાશે. આ ઠરાવ ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારી, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડશે.

Most Popular

To Top