ગયા વર્ષે, 2020 માં, યુ.એસ. માં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોઇડના મોતનો મામલો આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાં રહ્યો હતો. હવે જ્યોર્જના મૃત્યુના કિસ્સામાં, અમેરિકાના મિનેપોલિસ સિટી અને જ્યોર્જના પરિવાર વચ્ચે 27 મિલિયન ડોલર એટ્લે કે લગભગ 196 કરોડ રૂપિયાના કરાર થયા છે. ફ્લોઈડ પરિવારના વકીલ બેન ક્રમ્પે પણ તેની પુષ્ટિ કરી છે. ક્રમ્પે તો એમ પણ કહ્યું કે ટ્રાયલ પહેલા આ સૌથી મોટો કરાર છે. તેમણે કહ્યું કે આનું કારણ એ છે કે પોલીસ અને ન્યાયતંત્ર પર વિશ્વભરમાંથી ન્યાયની માગણી કરવા માટે ઘણાં દબાણ હતા.
આ રકમમાંથી આશરે 5 લાખ ડોલરનો ઉપયોગ બિઝનેસ હબ બનાવવા માટે કરવામાં આવશે. આ વ્યવસાય હબ તે જ સ્થળે બનાવવામાં આવશે જ્યાં જ્યોર્જનું મૃત્યુ થયું હતું. આને કારણે ઘણા લોકોને ત્યાં રોજગાર પણ મળશે.
25 મે, 2020 ના રોજ, મિનીપોલિસ પોલીસ વિભાગમાં એક કોલ આવ્યો. ફોન કરનારે કહ્યું કે તેને એક એવા માણસ પર શંકા છે જેને ગેરરીતિ કરી છે . આ કોલના જવાબમાં પોલીસની એક ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી હતી. તેમને અહીં જ્યોર્જ ફ્લોયડ મળ્યો હતો. ફોન કરનારે આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસે જ્યોર્જને હાથકડીથી પકડવાનો પ્રયાસ કર્યો. જ્યોર્જે તેનો વિરોધ કર્યો. વિરોધના જવાબમાં ડેરેક ચૌવિન નામના પોલીસ અધિકારીએ જ્યોર્જને બળજબરીપૂર્વક દબાણ કર્યું અને તેને જમીન પર પાડી દીધો હતો . આ દ્રશ્ય એવું હતું કે જ્યોર્જ રસ્તા પર પાર્ક કરેલી કારના પાછળના પૈડા પાસે જમીન પર સૂતો હતો. અને ડેરેક ચૌવિન તેમના ઉપર ચઢી ગયો હતો , અને તેના ડાબા પગથી જ્યોજનું ગળું દબાવી રાખ્યું હતું . શું તમે જાણો છો ડેરેકે કેટલા સમયથી જ્યોર્જનું ગળું દબાવી રાખવામા આવ્યું હતું ? સંપૂર્ણ સાત મિનિટ માટે. આમાં, પ્રથમ પાંચ મિનિટ પછી જ્યોર્જનું શરીર શાંત થઈ ગયું હતું . તેમાં કોઈ હિલચાલ નહોતી. તે પછી પણ ડેરેક જ્યોર્જની ઉપર જ હતો ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ જ્યોર્જ આ દુનિયામાં રહ્યો ન હતો. મરતા પહેલા જ્યોર્જ ખૂબ જ રડ્યો હતો.
એરિક અને તેના સાથી પોલીસ જવાનોએ જ્યોર્જ ફ્લોઈડ સાથે જે કરી રહ્યા હતા તે કેટલાક લોકોએ તેમના મોબાઇલમાં વિડીયો બનાવી લીધો હતો. તેમના મોબાઇલમાંથી નીકળેલા વીડિયો વાયરલ થયા હતા. આનાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો. ‘આઈ કાંટ બ્રિથ’ ( i cant breath) ના નારા સાથે લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા . પોલીસે વિરોધનો અંત લાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે વિરોધ કરનારા ઉપર રબર બુલેટ અને ટીયર ગેસ છોડ્યા હતા. આથી લોકોમાં વધુ ગુસ્સો હતો . લોકોએ પોલીસ સ્ટેશન ઉડાવી દીધું. અન્ય કેટલાક સ્થળોએ પણ આગના બનાવો બન્યા હતા. લોકોના રોષને ધ્યાનમાં રાખીને, આ કેસની તપાસ એફબીઆઇને સોંપવામાં આવી હતી. આરોપી પોલીસકર્મીઓને બરતરફ કરાયા હતા. ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં ડેથ કેસ અંગે સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે બંને પક્ષે સમજૂતી થઈ ગઈ છે.