Vadodara

મ્યુકોરમાઈકોસિસના સયાજી હોસ્પિ.માં 19 દર્દીઓ

વડોદરા: શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં શુક્રવારે વધુ 19 દર્દીઓ દાખલ થયા હતા.જેની સામે કુલ 27 દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલના ઈનએનટી વિભાગને મ્યુકરમાઈકોસિસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે.અત્યાર સુધી એએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 163 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુ હતું.શુક્રવારે વધુ 19 દર્દીઓ દાખલ થયા હતા.જેમાં 16 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.આ ઉપરાંત 27 દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સીલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 દર્દીઓની જનરલ એનેસ્થેશીયા આપીને અને 20 દર્દીઓની લોકલ એનેસ્થેશીયા આપીને સર્જરી કરાઈ હતી.

આ સાથે 1 દર્દીનીની આંખનું ઓપરેશન કરી આંખ કાઢી નાંખવાની ફરજ પડી હતી.જ્યારે મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન એકપણ દર્દીનું મોત નિપજ્યુ ન હતું.નોંધનીય છે કે વડોદરા શહેરમાં કોરોનાની રફતાર ધીમી પડી છે.જેથી તંત્રએ રાહતનો દમ લીધો છે.જોકે કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસે માથું ઉંચકતા તંત્ર ચિંતાતુર બનવા પામ્યું છે.વધુ 19 દર્દીઓ નોંધાતા અત્યારસુધીમાં મ્યુકોરમાઈકોસિસ રોગમાં સપડાયેલા દર્દીઓની કુલ સંખ્યા 163 પર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઈકોસિસ રોગે તેનો વિકરાળ પંજો શહેર અને જિલ્લામાં ફેલાવ્યો છે.

Most Popular

To Top