ગ્લોબલ હેલ્થકેર કંપની જ્હોનસન એન્ડ જ્હોન્સન તેની સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી હોવાનો દાવો શુક્રવારે કંપનીએ કર્યો હતો.
યુએસ ડ્રગ એન્ડ ફૂડ એડમિનિસ્ટ્રેશન દ્વારા પહેલે જ માન્ય કરવામાં આવેલી કોવિડ-19 વેક્સિન કે જેનો માત્ર એક ડોઝ આપવામાં આવે છે તેને ફેબ્રુઆરીમાં ઇમરજન્સી ઉપયોગ અમેરિકામાં શરૂ કરાયો હતો.
જ્હોનસન એન્ડ જ્હોનસનના ભારત પ્રવક્તાએ એક ઇમેલના જવાબમાં કહ્યું છે કે, અમે અમારી કોવિડ-19 વેક્સિન જનસેનના ક્લિનિકલ અભ્યાસ માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ જેનો વિષય સ્થાનિક નિયંત્રણકારો પાસેથી માન્યતાનો છે.
સૌથી સારી વાત એ છે કે જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનનો સંગ્રહ રેફ્રિજરેટર તાપમાને થઇ શકે છે. પ્રવક્તાએ કહ્યું કે, જ્હોનસન એન્ડ જ્હોનસન પર અમારૂં ફોકસ સુરક્ષિચ અને અસરકારક કોવિડ-19 વેક્સિન દુનિયામાં લોકો સુધી પહોંચાડવાનું છે, જો સ્થાનિક ઓથોરિટી અમને અધિકૃત કરે છે.
ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોવિડ-19 સામેની લડાઇમાં બે વેક્સિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં એક કોવિશિલ્ડ છે જે એસ્ટ્રેઝેનેક અને ઓક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવી છે અને અન્ય એક વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન છે જે સંપૂર્ણ સ્વદેશ વેક્સિન છે.