ગૃહમંત્રાલયે શુક્રવારે કહ્યું કે હાલની કોવિડ -19 માર્ગદર્શિકા 31 માર્ચ સુધી અમલમાં રહેશે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે જ્યારે સક્રિય અને નવા કોવિડ-19 કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રોગચાળાને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને સાવધાની જાળવવાની જરૂર છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ રસીકરણને વેગ આપવા સલાહ આપવામાં આવી છે જેથી ટ્રાન્સમિશનની સાંકળ તોડી શકાય અને રોગચાળો દૂર થઈ શકે.
તે ઉપરાંત કન્ટેન્ટ ઝોન કાળજીપૂર્વક સીમાંકન કરવાનું ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે, સૂચવેલ કન્ટેન્મેન્ટ પગલાં કડક રીતે આ ઝોનમાં અનુસરવામાં આવે; કોવિડ- યોગ્ય વર્તનને પ્રોત્સાહન અને સખત અમલ માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે વિવિધ પરવાનગી પ્રવૃત્તિઓ સંદર્ભે સૂચવવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (એસ.ઓ.પી) ના નિર્દેશનનું પાલન કરવામાં આવ્યું છે.
તેથી, દેખરેખ, નિયંત્રણ અને માર્ગદર્શિકા અને એસ.ઓ.પી.ના કડક પાલન પર કેન્દ્રિત અભિગમ, જે 27 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં સૂચવવામાં આવી છે, તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કડક અમલ કરવાની જરૂર છે એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.