દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના શ્વાન સભ્યો તેમની તીવ્ર ઘ્રાણેન્દ્રિયની ક્ષમતા માટે જાણીતા છે અને અગાઉ વિસ્ફોટક, માદક દ્રવ્યોની શોધ, બચાવ કામગીરી અને અન્ય પડકારજનક કાર્યોમાં સામેલ થયા છે. તેમને હવે બીજું નવું કાર્ય સોંપવામાં આવ્યું છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, તમિલનાડુની સ્વદેશી જાતિના બે વર્ષના કોકર સ્પાનીલ કસ્પર અને એક વર્ષીય જયા, ‘ચીપિપરાય’ને પરસેવો અને પેશાબના નમૂનાને સૂંઘીને COVID-19 સંક્રમણ શોધવાની તાલીમ આપવામાં આવી છે.
આ કુતરાઓએ દિલ્હીની 48 સૈન્ય વેટરનરી હોસ્પિટલમાં વાસ્તવિક નમૂનાને ઓળખીને પોતાની કુશળતાનું ઉદાહરણ આપ્યું હતું. યુકે, અમેરિકા જેવા દેશોમાં કોરોના શોધવા કૂતરાંનો ઉપયોગ થાય છે પણ ભારતમાં આ પહેલી વાર છે