ગાંધીનગર: શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અનુસ્નાતક કક્ષાના MD-MS- Diploma કોર્સમાં પ્રવેશ માટે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણા થતાં 184 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. મેરિટ યાદીમાં કુલ 1654 વિદ્યાર્થીનો સમાવેશ થયો હતો, જેમાંથી 874 વિદ્યાર્થીએ ચોઈસ ભરી હતી. કુલ 232 બેઠકમાંથી 184 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જ્યારે 48 બેઠક ખાલી રહી છે.
ઓનલાઇન ટ્યુશન ફી ચૂકવણી 27મી ફેબ્રુઆરી 2026 બપોર સુધી ભરી શકાશે. જ્યારે હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ આવતીકાલ 25મીથી 28મી ફેબ્રુઆરી 2026 બપોરે 12:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.