Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પરંતુ મોતનો આંક 18થી નીચે ઉતરતો નથી

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવા 1,333 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં કુલ 18 દર્દીનું મૃત્યું થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9,873 થયા છે. બીજી તરફ આજે 4,098 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,75,958 દર્દીઓ સાજા થયા છે.

આજે થયેલા મૃત્યુંમાં અમદાવાદ મનપામાં 4, સુરત મનપામાં 1, વડોદરા મનપામાં 1, વડોદરા ગ્રામ્યમાં 1, સુરત ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, સાબરકાંઠા, ગાંધીનગર ગ્રામ્ય, આણંદ, ભરૂચમા 1-1 મળી કુલ 18 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 224, સુરત મનપામાં 102, વડોદરા મનપામાં 144, રાજકોટ મનપામાં 83, ભાવનગર મનપામાં 12, ગાંધીનગર મનપામાં 9, જામનગર મનપામાં 32 અને જૂનાગઢ મનપામાં 17 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 75, જામનગર ગ્રામ્ય 16, વલસાડ 30, મહેસાણા 22, વડોદરા ગ્રામ્ય 81, બનાસકાંઠામાં 26, અમરેલીમાં 29, આણંદમાં 16 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 26,232 વેન્ટિલેટર ઉપર 452 અને 25,780 દર્દીઓ સ્ટેબલ છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,05,429, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 48,944 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 20,874, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 3,509, અને બીજો ડોઝ 4,145 આમ આજના દિવસમાં 1,72,901 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,74,64,314 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top