મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) બે અલગ-અલગ હાઈવે (Highway) પર અકસ્માતમાં (accident) 8 લોકોના મોત (Death) થયા છે. પહેલો અકસ્માત પુણે-નાસિક હાઈવે (Pune Nasik Highway) પર થયો છે, જ્યાં એક SUVએ 17 મહિલાઓને કચડી નાખી હતી, જેમાંથી 5 મહિલાઓના મોત થયા હતા અને 12 મહિલાઓ ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ SUV ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.પોલીસ અકસ્માતનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પુણે-નાસિક હાઈવે પર ગઈ કાલે રાત્રે 17 જેટલી મહિલાઓ હાઈવે ક્રોસ કરી રહી હતી, ત્યારે અચાનાક SUV ગાડીએ આવીને આ મહિલાનઓના ગ્રુપને ટક્કર મારી દીધી હતી. કહેવમાં આવી રહ્યું છે કે આ તમામ મહિલા કેટરિંગ સર્વિસ સાથે સંકાળાયેલી હતી. અને તમામ મહિલાઓ ગત રોજ પણ તેમનું કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી. જ્યારે તેઓ પોતોના ઘરે જવા માટે હાઈવે ક્રોસ કરી રહી હતી ત્યારે જ તેમની સાથે દુર્ઘટના બની હતી. SUV કારે મહિલાઓને હાઈવે પર ટક્કર મારી દૂર ફેંકી દીધી હતી.
17 મહિલામાંથી પાંચ મહિલાઓનું મોત નિપજ્યું છે. અને ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે SUV ચાલક વિરોધ ગૂનો નોંધ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની 304A, 304(2), 427, 338 હેઠળ FIR નોંધવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે. તમામ ઘાયલ મહિલાઓને ચંદૌલીની ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ફરિયાદ બાદ આરોપીની શોધખોળ કરવામાં આવી છે. ત્યારે આ અગાઉ પણ અમદાવાદ મુંબઈ હાઈવે પર પણ ગમખ્વાર અકસ્માક સર્જાયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર મોટો અકસ્માત
અન્ય એક મોટો અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો જેમાં ત્રણ બાઇક સવારોના મોત થયા હતા. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચરોટી વિસ્તારમાં એક ઝડપી કન્ટેનર ત્રણ બાઇક સવારોને કચડી નાખતાં તેઓના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પાલઘર પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. કન્ટેનરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર હોવાનું કહેવાય છે. ત્રણેય મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
31 જાન્યુઆરીએ એક મોટો અકસ્માત થયો હતો
જણાવી દઈએ કે 31 જાન્યુઆરીએ પણ પાલઘરમાં એક મોટા માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ વિસ્તારમાં થયો હતો, જેમાં મુંબઈથી ગુજરાત જઈ રહેલી કાર બસ સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.