Vadodara

શહેરમાં વધુ 17 વ્યક્તિ કોરોના સંક્રમિત

વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 17 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 71,579 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 1,509 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 17 પોઝિટિવ અને 1,492 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1,178 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 1,121 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 57 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 33 અને 24 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 229 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 114 વ્યક્તિઓને રજા અપાઈ છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 69,778 ઉપર પહોંચી હતી. જ્યારે વડોદરા રૂરલ માંથી 7 દર્દીઓ મળી મંગળવારે કુલ 17 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 71,579 ઉપર પહોંચ્યો છે.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 5 દર્દીઓ નોંધાયા

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 3 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 2 દર્દીઓ સાથે કુલ આંક 240 પર પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 15 અને ગોત્રીમાં 10 દર્દીની બાયોપ્સી કરવામાં આવી હતી.જ્યારે કુલ 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 3 દર્દી નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 158 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. એસેસજીમાં કુલ 26 દર્દીઓની સર્જરી કરાઈ હતી. જ્યારે 4 દર્દીઓને રજા અપાઈ હતી.ગોત્રી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 2 દર્દી નોંધાયો છે.

જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 82 પર પહોંચી છે.દિવસ દરમિયાન મંગળવારે 10 દર્દીઓની બાયોપ્સી કરાઈ હતી. જ્યારે 29 દર્દીઓની સર્જરી કરાઈ હતી.જેમાં સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલેકે દુરબીનથી નાકની અંદરની સર્જરી 4 જ્યારે 25 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી.ગોત્રી હોસ્પિટલ માંથી દિવસ દરમિયાન એક પણ દર્દીને રજા આપવામાં આવી ન હતી.

Most Popular

To Top