વડોદરા: વડોદરા શહેરમાં કોરોના મંદ ગતિએ પડ્યો છે.તો બીજી તરફ વાતાવરણમાં બદલાવ આવતા વરસાદી માહોલ જામતા શરદી ખાંસી સામાન્ય તાવના લક્ષણોએ દેખા દીધી છે.શહેરની સયાજી હોસ્પિટલમાં સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં ઓપીડી વિભાગમાં 1685 કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં કોરોના નબળો પડ્યો છે.વડોદરા શહેર જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.જોકે બીજી તરફ વરસાદી માહોલ જામતા શરદી,ખાસી તાવ સહિતના સામન્ય રોગોના લક્ષણો દર્દીઓમાં જોવા મળ્યા છે.મંગળવારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં 1685 કેસ નોંધાયા હતા.ખાસ કરીને મેડિસિન વિભાગ જેમાં 12 વાગ્યા સુધીમાં ઝાડા ઉલટી તાવ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા 335 દર્દીઓ નોંધાયા હતા.
નોંધનીય છે કે વડોદરા શહેરની અને મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સર્જીકલ,ઓર્થો, સ્કિન, મેડિસિન, પીડિયાટ્રિક,આંખોનો વિભાગ,ઈએન્ડટી,બાળ રોગ,સ્ત્રી રોગના વિભાગો આવેલા છે.જેમાં શહેર જીલ્લા તેમજ રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.મંગળવારે દિવસ દરમિયાન માત્ર ચાર કલાકમાં જ 1685 કેસ જેમાં શરદી ખાંસી ,તાવ અને ઝાડા-ઉલ્ટીના 335થી વધુ કેસ નોંધાતા પાણીજન્ય રોગોએ શહેરમાં માઝા મૂકી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.