Vadodara

ગોત્રી હોસ્પિટલમાં કોવિડ કાળમાં 1603 સગર્ભાઓની પ્રસૂતિ કરાઇ

વડોદરા: ગોત્રી હોસ્પિટલમાં કોવિડ મુક્ત સગર્ભાઓ અને કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ની સારવાર અને પ્રસુતિની એકદમ અલાયદી  આશીર્વાદ રૂપ વ્યવસ્થાઓ  રહી હતી. કોરોના કાળ એટલે કે માર્ચ 2020 થી મે 2021(11 મી મે) સુધીમાં અહીંના કાયમી સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં કુલ 1603 પ્રસૂતીઓ કરાવવામાં આવી છે એવી જાણકારી આપતાં આ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 7284 સગર્ભા બહેનો એ અમારા વિભાગમાં પૂર્વ પ્રસૂતિ તપાસ,કોઈ ગર્ભાવસ્થા કે સ્ત્રી સહજ શારીરિક તકલીફો હોય તો તેની સારવાર,રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો છે અને આ સમય દરમિયાન 1603 જેટલી સુવાવડો કરાવવામાં આવી છે જે પૈકી 1014 સામાન્ય કુદરતી અને 589 સિઝેરિયન શસ્ત્રક્રિયા આધારિત છે.

કોવિડ થી તબીબી સારવારના પરિમાણો બદલાઈ ગયાં છે. પહેલાં સરકારી દવાખાનાના સ્ત્રીરોગ વિભાગમાં સગર્ભાઓનું નિદાન,નોંધણી,પ્રસૂતિ પૂર્વની જરૂરી સારવાર અને સુવાવડ,બધું એક જ વોર્ડમાં શક્ય હતું.

માર્ચ 2020માં કોવિડની શરૂઆત થઈ અને અમે અગમચેતીના પગલાં રૂપે કોવિડ પોઝિટિવ સગર્ભાઓ માટે સાવ જુદો વોર્ડ અને શસ્ત્રક્રિયાની સુવિધા શરૂ કરી એવી જાણકારી આપતાં ગાયનેક વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે આ લડાઇ ગમે તેટલી
લાંબી ચાલે અમે તેના માટે તૈયાર છીએ. અલાયદી વ્યવસ્થાના અમારા વિચારને ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ, હોસ્પિટલના તબીબી અધિક્ષક,નોડલ અધિકારી આ સહુનું અનુમોદન અને પીઠબળ મળ્યું. મને આનંદ છે કે અમારી આ સુવિધા ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારોને એક મોટી મૂંઝવણ માં થી મુક્ત કરનારી બની રહી છે.

માર્ચ 20 થી મે 21(11 મી મે સુધી) દરમિયાન અમારી આ વિશેષ સુવિધા ખાતે કુલ 71 સગર્ભાની અમે સલામત પ્રસૂતિ કરાવી શક્યા એનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે માર્ચ થી ડિસેમ્બર 20 દરમિયાન આ સુવિધા હેઠળ કુલ 126 કોવિડ પોઝિટિવ સગર્ભાઓ  ની જરૂરી સારવાર કરવામાં આવી અને તે પૈકી 8 સામાન્ય અને 33 સિઝેરિયન મળી  41પ્રસૂતિ કરાવવામાં આવી.

તે જ રીતે જાન્યુઆરી થી મે 2021(11 મી મે સુધી) દરમિયાન 13 સામાન્ય અને 17 સિઝેરિયન મળીને કુલ 30 કોવિડ પોઝિટિવ પ્રસૂતિ કરાવી અને કુલ 88 આ પ્રકારની સગર્ભાઓ ને સારવાર આપી.આમ,લગભગ 13 મહિના ના આ સમયગાળામાં આ વિશેષ વિભાગમાં કુલ 71 કોવિડ + સગર્ભાઓ ની સુવાવડ કરાવવાની સાથે આવી કુલ 214 મહિલાઓ ને જરૂરી સારવાર ની સેવાઓ આપી છે. અહીં નોંધવું ઘટે કે સગર્ભા બહેનો સુવાવડને વાર હોય તેવા સમયે પોઝિટિવ થાય, સામાન્ય લક્ષણો હોય તો પણ તકેદારીના ભાગ રૂપે તેમને આ વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવે છે. અને પ્રસવકાળ હોય તો સલામત પ્રસૂતિ કરાવવામાં આવે છે.

તાજેતરમાં જ અહીં કોવિડ ચેપગ્રસ્ત  એક મહિલા ની સેફ ડિલિવરી કરાવી ત્યારે દંપતી ને પારાવાર આનંદ થયો કારણ કે પ્રસૂતિ નજીક હતી ત્યારે જ આ મહિલા કોવિડ પોઝિટિવ આવી,અને જ્યાં એની નોંધણી થઈ હતી એ દવાખાનાએ જરૂરી સુવિધાના અભાવે એ મહિલાને દાખલ કરવાની ના પાડી. તેમણે અન્ય એક દવાખાનાની ભલામણ કરી અને વાજબી ચાર્જ લેશે એવું આશ્વાસન આપ્યુંએ સફળતામાં ઘણું મોટું યોગદાન છે.

Most Popular

To Top