નવી દિલ્હી : ઉત્તર ભારતમાં આજકાલ માહોલ બંને ઠંડો અને ગરમ છે. ગરમ એટલા માટે કારણ કે મંગળવારે 26મી જાન્યુઆરી છે. અને લગભગ 50 દિવસથી કેન્દ્ર પાસે નવા કૃષિ કાયદાઓ પાછા લેવાની માંગ કરતા ખેડૂતો આ દિવસે ટ્રેકટર રેલી કાઢવાની ફિરાકમાં છે. આ કારણે માહોલ ગરમ છે. બીજી બાજુ ઠંડીનો પારો હજી નીચા સ્તરે જ છે.
શનિવારે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મ્સને કારણે 16 જેટલી ટ્રેન રદ કરવી પડી હતી. ઉત્તર રેલવે વિભાગમાં (Northen Railway Division) જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત દિલ્હી અને ચંદીગઢ આવે છે. અહીં માર્ગો પર ભારે ધુમ્મ્સ હતું, જેના કારણે વિઝીબિલીટી નહોતી. જેથી આ નિર્ણય લેવો પડ્યો હતો.
ઉત્તરી રેલ્વેની રદ કરાયેલી 16 ટ્રેનોમાં અમૃતસર-હરિદ્વાર જન શતાબ્દી એક્સપ્રેસ, એચ નિઝામુદ્દીન-રેનીગુંતા, કુશીનગર એક્સપ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન રાજધાની સ્પેશિયલ, શાન-એ-ભોપાલ એક્સપ્રેસ અને દાનાપુર- પુણે સ્પ્લ. શુક્રવારે જણાવી દઇએ કે ઉત્તર રેલ્વે ક્ષેત્રમાં ઓછી દૃશ્યતા અને અન્ય ઓપરેશનલ કારણોને લીધે 10 જેટલી ટ્રેનો મોડી પડી હતી. વિલંબિત ટ્રેનોમાં સીલદાહ એક્સપ્રેસ, નંદન કાનન (નીલાંચલ) એક્સપ્રેસ, બલુરઘાટ-માલદા વિશેષ અને મરૂધર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
હમણા થોડા દિવસો પહેલા જલપાઇગુરીમાં બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે ચાલતી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી આવતા હાઇ સ્પીડ વાહનોને ટક્કર મારી હતી. એક સાથે અનેક વાહનોની ટક્કરને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. પશ્ચિમ બંગાળના ઓવરલોડેડ ટ્રક કાર અને વાન ઉપર પલટી ગઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં 13 લોકોનાં મોત નીપજ્યાં અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ધુપગુરી અને જલપાઇગુરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સિવાય અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક સાથે 20થી 25 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અમદાવાદની હદમાં બન્યો છે. અમદાવાદથી 15 કી.મીની દુરી પર આ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.