Vadodara

ચેપીરોગ હોસ્પિટલમાં પાણીજન્ય રોગના 16 દર્દી દાખલ

વડોદરા : રાજ્યભરમાં વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે.ત્યારે પાણી જન્ય રોગો પણ સામે આવી રહ્યા છે.વડોદરા શહેર ના સરકારી ચેપીરોગ હોસ્પિટલમાં 16 કેસો નોંધાયા છે. જેમાં કમળો, ઝાડાઉલ્ટી, ટાઈફોઈડ અને તાવનો સમાવેશ થાય છે. વડોદરા શહેર માં કોરોનાની બીજી લહેર નબળી પડી છે. જોકે મ્યુકોરમાઈકોસિસના કેસો યથાવત છે.જ્યારે વડોદરા જીલ્લામાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટનો પ્રથમ કેસ સામે 3 આવ્યો છે.હાલ વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે શહેરમાં પાણીજન્ય રોગ ફેલાવવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના સરકારી ચેપીરોગ હોસ્પિટલમાં કમળો , ઝાડાઉલ્ટી , ટાઈફોઈડ અને તેના કારણે આવતા તાવ ના લક્ષણો સહિતના 16 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

વડોદરા શહેર ના સરકારી ચેપીરોગ હોસ્પિટલના નિષ્ણાંત એમબીબીએસ ડો.પ્રદીપ ઉપાધ્યાયે ગુજરાત મિત્ર સાથે કરેલી વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે ચેપીરોગ હોસ્પિટલમાં 16 કેસો હાલમાં છે. જેમાંથી 8 કેસો કમળાના, 2 ઝાડાઉલ્ટીના, અને 6 કેસો ટાઈફોઈડ અને તાવના છે.મોટાભાગે ખાવા પીવાથી દૂષિત પાણીથી, દૂષિત ભોજનથી રોગચાળો ફેલાતો હોય છે.

તો સૌ પ્રથમ પાણી પીવામાં આવે તે ચોખ્યું છે કે નહીં તેની ખાતરી લેવાની , ઘરમાં પીવાના પાણીની લાઇનમાંથી પાણી જો ચોખ્ખું વ્યવસ્થિત આવતું ન હોય તો કોર્પોરેશન ને જાણ કરવી, પાણી ઉકાળીને પીવું અથવા તો આરો નું પાણી પીવું જોઈએ.ઘરે પણ સ્વચ્છતા રાખવી જોઈએ.જે પ્રકારે આપણે સૌએ કોવિડમાં તકેદારી રાખી છે.જો બહાર જઈને આવીએ તો હેન્ડ વોશ કરવા જોઈએ.વાસી ભોજન અને લારી ગલ્લા ઉપર ખાતી વખતે સાફ – સફાઈ છે કે નહીં તેની ચોક્સાઈ જોવાની કારણ કે ઘણી વખત ખાવા – પીવાની વસ્તુઓ જુની થઈ જાય , વાસી થઈ જાય અને એને જ્યારે આપણે ખાઈ લઈએ છે.તો તકલીફ વધી શકે છે.

હમણાં કોવિડ પૂરતી આપણે સ્વચ્છતા રાખી છે.તો એ કાયમ રાખીશું તો ઘણું સારું રહેશે.ગયા વર્ષ કરતા આ વર્ષે કેસો ઘણા ઓછા જોવા મળ્યા છે , જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ છે.હાલમાં આપણે હાથ ધોવાની જે ચોકસાઈ રાખી છે.તો કેસ ઓછા જોવા મળ્યા છે.આગળ પણ તે વધે નહીં તે બાબતે તકેદારી રાખીશું તો ઘણું સારું રહેશે , ખાસ કરીને કોઈને પણ તકલીફ થતી હોય હાથ પગનો દુખાવો થતો હોય તો જે લોકો મેડિકલ સ્ટોરમાંથી જાણ વિના દવા લઈ લે છે તે ન લેવી જોઈએ.ડોક્ટરની સલાહ લીધા બાદ જ દવા લેવી.કારણકે લોકો ઘણા બધા દુખાવાની દવાઓ લેતા હોય છે.જે આપણી કિડનીને પ્રભાવિત કરી શકે છે.

બીજા ઘણા એન્ટિબાયોટિક દવાઓ લેય છે.જેના કારણે અન્ય રેઝિસ્ટેન્ટ ઊભો થઈ શકે છે અને ઘણી વખત તો એન્ટિબાયોટિક દવાઓને કારણે પણ અન્ય તકલીફો ઊભી થઈ શકે છે.એટલે સ્વનીદાન કરવું નહીં તેમ જ જાતે લેવાની દવાથી બચવું જોઈએ.કોર્પોરેશન અથવા આરોગ્ય વિભાગના કાર્યરત સેન્ટર પર જઈને સલાહ મુજબ દવા લેવાની.જેથી એ બાબતમાં યોગ્ય આવશે તો આગળ તપાસની પણ ભલામણ કરશે તો તેનું સચોટ નિદાન અને સચોટ સારવાર થઈ શકે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top