- બજેટમાં મહિલા અને બાળ વિકાસ(Women and Child Development in the Budget) વિભાગ માટે કુલ ૬૮૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવી
- આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે.
- ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં ૧૫ નવા સેન્ટિર શરૂ કરવામાં આવશે.
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ૨૩૬૩ કરોડની જોગવાઇ.
- પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ૮૭૮ કરોડની જોગવાઇ.
- પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે ૩૪૪ કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ(Under Chief Minister Matrashakti Yojana) સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે `૩૨૨ કરોડની જોગવાઇ.
- વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ૨૫૨ કરોડની જોગવાઇ.
- આંગણવાડી ૨.૦ યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે ૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે `૨૦૦ કરોડની જોગવાઇ.
- આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે ૧૩૨ કરોડની જોગવાઇ.
- પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે ૧૨૯ કરોડની જોગવાઇ.
- પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે ૧૪ કરોડની જોગવાઇ.
16 કરોડના ખર્ચે સુરત ખાતે નારી સંરક્ષણ કેન્દ્રનું અદ્યતન અને નવીન સુવિધા યુક્ત મકાન બનાવાશે
By
Posted on