Charchapatra

16 ડિસેમ્બર 1971

લગભગ અડધી સદી અગાઉના યુધ્ધમાં થયેલા આપણા જ્વલંત વિજયમાં ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાની વીરતા તેમજ સંકલનની ગાથા કે પછી તે સમયની આપણી સ્વદેશી ટેન્ક કે જેનાથી આપણે અમેરિકાની જગવિખ્યાત પેટન્ટ ટેન્કના ભુક્કા બોલાવી દીધેલા. આપણા એ નાનકડા સ્વદેશી નેટ જેટ ફાઇટર એ દુનિયાભરમાં પોતાનો રૂઆબ જમાવનાર એ અમેરિકન સેબર જેટને ભોંયભેગા કરેલા. નૌકાદળ પણ એટલું જ સક્રિય હતું. આઇએનએસ વિક્રાંત જેવા વિશાળકાય યુધ્ધપોત એટલા ચતુર હતા કે તેનું લોકેશન આપણા પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં છે કે પૂર્વ દિશામાં આવેલ બંગાળની ખાડીમાં, પાકિસ્તાન એ જ શોધી શક્યું ન હતું. આપણી છાતી આ બધું વાંચીને ગજ ગજ ફૂલે એ આનંદની વાત છે. પરંતુ રાષ્ટ્ર માટે તો ‘ઉદ્યમેન કાર્યાણિ સિધ્ધયન્તે’ માત્ર વાતોનાં વડાંથી નહીં.

વાચક મિત્ર, આપણે આજે સૈન્યમાં ભલે જોડાઇ ના શકતા હોઈએ, પરંતુ લંકા વિજય માટે સેતુબંધ બાંધવામાં પેલી નાનકડી ખીસકોલીએ પણ સહયોગ કરેલો યાદ છે ને, બસ આ જ પ્રકારે આપણે રાષ્ટ્રની અંદર રહીને પણ આપણે દેશહિતનાં કામો કરી શકીએ છીએ.  જેમ કે પૂ. ગાંધીજીએ કહેલી વાત કોઇ અડે ના અભડાવું. બીજી વાત છે પર્યાવરણ.  આપણે ઘરમાં એકાદ છોડ વાવીએ કે પછી બાગના છોડ/વૃક્ષને માટે વોટર બોટલ લઈ જઈએ. ઘરમાં પણ જો આપણે સંપ-સહકાર અને સંસ્કારનું વાતાવરણ રાખીશું તો દેશ રૂપી ઘર પણ ઘડાશે.
પાલણપોર ગામ, સુરત- ચેતન જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top