Vadodara

ડેન્ગ્યુ 16,ચિકનગુનિયા 8, કમળાના 3, તાવના 243 અને ઝાડાઉલ્ટીના 54 કેસ

વડોદરા : વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 16 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1632 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 911 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાઉલ્ટીના 54 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 243 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.

જ્યારે મચ્છરજન્ય રોગોના 672 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 672 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 63 સેમ્પલમાંથી 16 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના રામદેવનગર -4 , વારસીયા , છાણી -3 , નવાયાર્ડ , નવીધરતી -2 , માંજલપુર -2 , શિયાબાગ , તાંદલજા , કપુરાઈ માંથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 56 કેસો પૈકી 8 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના સંવાદ , નવીધરતી -4 , તાંદલજા , તરસાલીમાંથી 2 કેસ મળી આવ્યા હતા.જ્યારે કમળાના ત્રણ કેસ છાણી , એકતા નગર , નવી ધરતીમાંથી મળી આવ્યા હતા. તો બીજી તરફ મચ્છરોના કારણે 672 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 672 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top