દક્ષિણ અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશર સિસ્ટમ હવે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેની અસર હેઠળ ગુજરાતમાં આગામી તા.૧૭ અને ૧૮મી મેના રોજ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આ વાવાઝોડુ ૧૮મી મેની આસપાસ સૌરાષ્ટ્ર – કચ્છને ટકરાશે, જેના પગલે ગુજરાતમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા.૧૬મી મેના રોજ 16 મે ના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ – દીવ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.
તા.૧૭મીમેના રોજ બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જયારે ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા.૧૮મી મેના રોજ તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્ર – કચ્છની નજીકમાં આવી જશે જેના પગલે દરિયામાં કરંન્ટ જોવા મળશે, એટલું જ નહીં ઊચા મોજા પણ ઉછળશે. ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભુમિ દ્વારકા, કચ્છ, દીવ, રાજકોટ, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.