Madhya Gujarat

150 મહિલાના કુટુંબનિયોજનના ઓપરેશન કરી ખાનગી વાહનોમાં ઘેટા-બકરાની જેમ મોકલાઈ

દાહોદ: દાહોદ તાલુકાના કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવિવારે કુટુંબ નિયોજનના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઘોર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યા પ્રમાણે સરકારના નિયમો પ્રમાણે એક દિવસમાં ૩૦ ઓપરેશન કરવામાં આવતાં હોય છે પરંતુ આ કતવારાના આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકજ દિવસમાં ૧૫૦ ઉપરાંત મહિલાઓના કુટુંબ નિયોજન હેઠળ ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા.

આ સાથે સાથે ઓપરેશન કરાયા બાદ મહિલા દર્દીઓને સરકારી આરોગ્ય વાહનો મારફતે તેઓને ઘર સુધી પહોંચાડવાની સુવિધા પણ પુરી ન પડાતાં મહિલા દર્દીઓને ખાનગી વાહનો મારફતે ઘરે જવાની ફરજ પડી હતી. આ સાથે એક વાહનમાં ઘેટા બકરાની જેમ મહિલાઓને ઠસોઠસ ભરવામાં આવતી હોવાની પણ દ્રશ્યોથી ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠ્યાં હતાં. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું છડેચોક ઉલ્લંઘન થતું હોવાના પણ દ્રશ્યો જાેવા મળ્યાં હતા.

કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવિવારે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનેક મહિલાઓ દ્વારા નોંધણી કરવામાં આવી હતી. એક પછી એક મહિલાઓના ઓપરેશન પણ કરવામાં આવતાં હતાં ત્યારે સરકારના નિયમો પ્રમાણે એક દિવસમાં ૩૦ ઓપરેશનો કરવામાં આવતાં હોય છે પરંતુ આ કેમ્પમાં એકજ દિવસમાં ૧૫૦ ઉપરાંત ઓપરેશન કરી દેવામાં આવ્યાં હતા.જાે ૧૫૦ ઉપરાંત ઓપરેશન કરવામાં આવ્યાં હશે.

 તો આ કોના આદેશથી કરવામાં આવ્યા હશે કે પછી મનફાવે તેમ કરી દેવામાં આવ્યાં હશે? આ જાેતા જાણે સરકારના નિયમોનું છડેચોક ઉલ્લઘંન થયું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આ ગંભીર ઘોર બેદરકારી બાદ વધુ એક દ્રશ્ય જાેવા મળ્યું હતું જેમાં મહિલાઓના ઓપરેશન બાદ એમ્બ્યૂલન્સ કે આરોગ્ય કેન્દ્રની વાનની સુવિધા ન મળવાના કારણે મહિલાઓને પરિવારજનો દ્વારા ખાનગી વાહનો  જેવા કે, રીક્ષા, વાન સહિત ફોર વ્હીલર વાહનો મારફતે ઘેટા – બકરાની માફક મહિલાઓને ઠસોઠસ ભરી પરિવારજનો દ્વારા અત્યંત દયનીય હાલતમાં લઈ જવામાં આવતાં હતાં.

આરોગ્ય તંત્ર દ્વારા મહિલાઓને ઘર સુધી પહોંચાડવાની કોઈ સુવિધા પુરી પાડવામાં ન આવતાં ઘણી મહિલાઓને સ્થળ પરજ તબીયત પણ લથડી હતી.  ઓપરેશન બાદ ઘણી મહિલાઓ હેરાન પરેશાન પણ થતી જાેવા મળી હતી. કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલનનું ઉલ્લંઘન થતું હોવાનું પણ જાેવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે લાગતાં વળગતાં તંત્ર દ્વારા તપાસનો આરંભ કરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top