Gujarat

રાજ્યમાં નવા 15 કેસ : ત્રણ મનપા સહિત 32 જિલ્લા કોરોના મુકત્ત

રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 15 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું નથી. જ્યારે ત્રણ મનપા સહિત 32 જિલ્લા હવે કોરોના મુકત્ત થઈ ગયા છે. જ્યારે સારવાર દરમ્યાન 17 દર્દીઓ સાજા થતાં રજા આપી દેવાઈ છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મનપામાં નવા 5 કેસો, ભાવનગર જિ.માં 3, અમદાવાદ મનપામાં 1, ભાવનગર મનપામાં 1, જામનગરમાં 1, નર્મદામાં 1, પોરબંદર જિ.માં 1, રાજકોટ મનપામાં 1 અને સુરત મનપામાં 1 એમ કુલ 15 કેસો નોંધાયા છે.

રાજ્યમાં ત્રણ મનપા અને 32 જિલ્લા હવે કોરોના મુકત્ત થઈ ગયા છે. આ સાથે રાજયમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 98.76 ટકા થઈ ગયો છે. હાલમાં રાજયમાં કુલ 182 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે 178 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 815041 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજયમાં કોરોનાથી કુલ 10079 દર્દીના મોત થયા છે.

Most Popular

To Top