National

કોરોનાનો પિક 15 દિવસમાં, પછી તીવ્ર ઘટાડો

વૈજ્ઞાનિકોએ એક ગાણિતીક મોડેલનો ઉપયોગ કરીને આગાહી કરી છે કે દેશભરમાં ચાલી રહેલ કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાની ટોચ મધ્ય એપ્રિલ સુધીમાં આવી શકે છે, જેના પછી મેના અંત સુધીમાં ચેપના કેસોમાં તીવ્ર ઘટાડો આવશે.

ચેપના હાલના ઉછાળાની ટ્રેજેકટરીનો અભ્યાસ કરવા માટે સૂત્ર નામના ગાણિતીક મોડેલને લાગુ પાડીને અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકોમાં આઇઆઇટી કાનપુરના મહિન્દ્ર અગરવાલનો પણ સમાવેશ થાય છે.

તેમણે કરેલા અભ્યાસમાં જણાયું છે કે રોગચાળાના હાલ ચાલી રહેલા મોજામાં દૈનિક નવા ચેપના કેસોની મધ્ય એપ્રિલમાં પીક આવશે. ઘણા દિવસથી અમને જણાયું છે કે તેવી વાજબી શક્યતા છે કે ભારતમાં ૧૫થી ૨૦ એપ્રિલ દરમ્યાન કોઇ સમયે પિક આવશે.

તેના પછી તીવ્ર ઢાળ છે, તે નીચે જતી વખતે પણ એટલા જ તીવ્ર ઝડપી રહેશે, ઘણી ઝડપથી નીચા જશે અને મેના અંત સુધીમાં તેમાં નાટ્યાત્મક ઘટાડો થશે એમ અગરવાલે પીટીઆઇને જણાવ્યું હતું.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તીવ્ર વધારાને કારણે ચેપના દૈનિક નવા કેસોની પિક વેલ્યુની આગાહી કરવામાં કેટલીક અચોક્કસતા છે, પણ તે ઉપર કે નીચે જઇ શકે છે. પણ એપ્રિલ ૧પ-૨૦ની વચ્ચેનો સમય યથાવત રહે છે.

બીજા એક અભ્યાસમાં મધ્ય-એપ્રિલથી મધ્ય-મેમાં પિકની આગાહી થઇ છે
હરિયાણાની અશોકા યુનિવર્સિટીના ગૌતમ મેનન સહિતના વૈજ્ઞાનિકોએ કરેલી સ્વતંત્ર ગણતરીઓમાં એવી આગાહી કરવામાં આવી છે કે મધ્ય એપ્રિલ અને મધ્ય મે વચ્ચે ચેપના હાલ ચાલી રહેલા મોજાની પિક આવશે. અલબત્ત, મેનને ચેતવણી આપી છે કે કોવિડ-૧૯ના કેસોની આગાહીઓ પર ટૂંકા ગાળા માટે જ વિશ્વાસ કરી શકાય છે.

પ્રથમ મોજા વખતે પણ આ સુત્ર મોડેલનો ઉપયોગ ગણતરી માટે કરાયો હતો: સપ્ટેમ્બરમાં પિકની આગાહી હતી, બીજા મોજાની આગાહી થઇ ન શકી હતી
ભારતભરમાં કોવિડ-૧૯ના ચેપના પ્રથમ મોજામાં સુત્ર નામના આ ગાણિતીક અભિગમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તે સમયે આગાહી કરવામાં આવી હતી કે ઓગસ્ટમાં કેસોમાં ઉછાળો આવશે અને સપ્ટેમ્બર સુધીમાં તેની પીક આવશે અને ફેબ્રુઆરી ૨૦૨૧માં તેમાં ઘટાડો થશે. તે મોડેલમાં બીજા મોજાની આગાહી થઇ ન હતી તે માટે એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે તે ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૧ વચ્ચે કોઇ સમયે પેરામીટર્સમાં આવેલા ફેરફારોને કારણે હોઇ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top