વડોદરા : ગણેશ ચતુર્થી નું કોઉન્ટ ડાઉન શરૂ થઈ છે. આપણે ભગવાન ગણેશની સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી પૂજા-અર્ચના કરીશું. ગણેશ ચતુર્થીની ઉજવણી પર્યાવરણને નુકશાનકારકના બને એટલે કે ઈકો-ફ્રેન્ડલી ઉજવણી કરવામાં આવે તે માટે સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેટળ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ( ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન ) અને લાયન્સ ક્લબ નંદેસરી દ્વારા ગણેશ ઉત્સવ પુર્વે ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે ‘માટી ના ગણેશજી બનાવવાના વર્કશોપ – A Clay Modelling’ નું રેસકોર્ષ સ્તિથ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, ઇલોરાપાર્ક ખાતે યોજાયો હતો.
જેમાં ૧૪૮ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. શ્રીમતિ નીલિમાબેન ગીડવાની દ્વારા વર્કશોપ નું સંચાલન કરવામાં આવ્યું હતું.વડોદરા પોલીસ ની She Team ખાસ ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓ ને પોલીસ વિભાગની કામગીરી અને Shee Team ની એપ સંદર્ભે જાગૃત કર્યા હતા. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.